પાકિસ્તાની નસીમ શાહ બન્યો ટેસ્ટમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર

પાકિસ્તાનનો યુવા ઝડપી બોલર નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. નસીમે બાંગ્લાદેશ સામેની ટેસ્ટના ત્રીજા દિવસે આ હેટ્રિક ઉપાડી હતી અને ત્યારે તેની વય 16 વર્ષ અને 359 દિવસની હતી. તે પાકિસ્તાન વતી ટેસ્ટમાં હેટ્રિક લેનારો ચોથો બોલર બન્યો હતો, તેના પહેલા વસીમ અકરમ, અબ્દુલ રઝાક અને અને મહંમદ શમી હેટ્રિક લઇ ચૂક્યા છે. જેમાંથી અકરમે બે વાર હેટ્રિક લીધી છે. મહત્વની વાત એ છે કે પાકિસ્તાન વતી આ પહેલી હેટ્રિક એવી છે જે શ્રીલંકા સામે નથી. નસીમે પહેલા શાંતોને એલબીડબલ્યુ કર્યો તે પછી તાઇઝુલ ઇસ્લામ પણ એલબી થયોઅને મહમુદુલ્લાહને કેચ આઉટ કરાવીને હેટ્રિક પુરી કરી હતી. નસીમ શાહે બાંગ્લાદેશના જ લેગ સ્પિનર આલોક કપાલીને નામે સૌથી યુવા વયે હેટ્રિક ઉપાડવાનો રેકોર્ડ હતો. જેણે 19 વર્ષની વયે 2003માં પાકિસ્તાન સામે જ પેશાવર ટેસ્ટમાં હેટ્રિક લીધી હતી.

Related Posts