બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઅો પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે

  • 3
    Shares

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડિ-સેન્ટ્રલાઇઝ અોનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વિદ્યાર્થીઅોએ ભોગવેલી પારાવાર હાલાકી વચ્ચે યુનિવર્સિટીની પ્રવેશ કમિટીએ પ્રથમ તબક્કામાં ૯ટ ટકા પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી હોવાનો પોકળ દાવો કર્યો હતો. ચમચા ટોળકી મોટી મોટી વાતો કરીને વાઇસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તાને તો ડફોળ બનાવી રહી છે. આ ઉપરાંત હજારો વિદ્યાર્થી હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં આ પ્રકરણમાં વીસીને પણ કાંઇ ગતાગમ પડી રહી નથી. દરમિયાન હજુ ત્રીસ હજાર વિદ્યાર્થીઅો અટવાઇ રહ્યા હોવાની વિગતો ચર્ચાઇ રહી છે.

યુનિવર્સિટી સંલગ્ન ૩૫૦ કોલેજામાં અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટના અભ્યાસ માટે ૫૬૧૬૯ બેઠકો માટે સરકારના આદેશ મુજબ ડિ-સેન્ટ્રલાઇઝ અોનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૬૩૫૮૮ વિદ્યાર્થીઅોએ રજીસ્ટ્રેશન કરી પ્રવેશ માટે દાવેદારી નોંધાવી હતી. પ્રવેશ પ્રક્રિયાના તા. ૮ ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ તબક્કામાં કુલ ૩૯૦૪૮ પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. જે અંગે યુનિવર્સિટી દ્વારા ગુરૂવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ અંગે પ્રવેશ કમિટીના ચેરમેન ડો. પૃથલ દેસાઇ અને સભ્ય મયુર ચૌહાણે જણાવ્યું હતું કે હાલના તબક્કે ૯૦ ટકા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૩૮૦૭૯ વિદ્યાર્થીઅોને પ્ર­વેશ ફાળવવામાî આવ્યા હતા. જયારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૩૮૫૮૬ વિદ્યાર્થીઅોને ­પ્રવેશ ફાળવી આપવામાં આવ્યા છે. પ્રવેસ કમિટીએ સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે યુનિવર્સિટીની કુલ ૫૬૧૬૯ બેઠકો સામે ૬૩૫૮૮ વિદ્યાર્થીઅોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૩૮૫૮૬ વિદ્યાર્થીઅોને પ્ર­વેશ ફાળવવામાં આવ્યા છે એટલે કે હજી ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઅો પ્રવેશથી વંચિત છે. આ બાબત જ પ્રવેશ કમિટીના ૯૦ ટકા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાના દાવાનો પોકળ સાબિત કરે છે.

બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઅો પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે

યુનિવર્સિટીની પ્રવેશ કમિટીએ પ્રવેશનો બીજા રાઉન્ડ આગામી તા. ૧૧ થી ૧૩ દરમ્યાન યોજાશેની જાહેરાત કરી છે. બોર્ડના પૂરક પરીક્ષામાં ઉર્તીણ થનાર વિદ્યાર્થીઅો પ્રવેશ મેળવી શકે તે હેતુથી યોજાનારા બીજા રાઉન્ડમાં પ્રવેશ કમિટીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે વિદ્યાર્થીઅો પ્રવેશથી વંચિત રહી ગયા છે અને જે વિદ્યાર્થીઅો ખાલી બેઠકો ધરાવતી કોલેજા અથવા તો નવી શરૂ થનારી કોલેજામાં પ્રવેશ મેળવવા ઇચ્છતી હશે તો તેઅો પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

પ્રવેશ કમિટીને ૫૦૦ થી વધુ ફરિયાદો મળી હતી

યુનિવર્સિટીની પ્રવેશ કમિટીને પ્રવેશ સંબંધિત ૫૦૦ થી વધુ ફરિયાદોના મેઇલ મળ્યા હતા. જે ફરિયાદોનો ગણતરીના કલાકોમાં જ નિકાલ કર્યાનો દાવો પ્રવેસ કમિટીના ચેરમેન ડો. પૃથલ દેસાઇએ કર્યો હતો.

 

  • Related Posts