ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ધોની અને વિરાટ પાસે આ જાદુઇ આંકડો પાર કરવાની મોટી તક

  • 93
    Shares

 

 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે ઇંગ્લેન્ડ સામે ૧૨ જુલાઇથી શરૂ થઇ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૧૦ હજારી બનવાની તક છે. ૨૯ વર્ષિય વિરાટ ૨૦૮ મેચમાં ૫૮.૧૦ની પ્રભાવક એ વરેજે ૯૫૮૮ રન બનાવી ચુક્યો છે અને તેને ૧૦ હજાર રનનો આંકડો પૂર્ણ કરવા માટે ૪૦૨ રનની જરૂર છે, જ્યારે ધોની ૩૧૮ મેચમાં ૫૧.૩૭ની એ વરેજે ૯૯૬૭ રન બનાવી ચુકયો છે અને તેને માત્ર ૩૩ રનની જરૂર છે.

વિરાટ માટે એ વું કહી શકાય કે તેના માટે ત્રણ વનડેમાં ૪૦૨ રન પુરા કરવા એ  એ ક મુશ્કેલ પડકાર છે. જો કે વિરાટની બેટિંગને ધ્યાને લઇએ  તો તે આ આંકડો પુરો કરવા સક્ષમ છે. વિરાટે અત્યાર સુધી ૩૫ સદી ફટકારીને વનડે મેચોમાં સર્વાધિક સદી કરવા મામલે સચિન તેંદુલકર પછી બીજા ક્રમે છે. જ્યારે ધોનીના ખાતામાં ૧૦ સદી અને ૬૭ અર્ધસદી જમા છે. ધોની આ ઉપરાંત વનડે મેચોમાં ૩૦૦ કેચનો આંકડો પણ પુરો કરવાની નજીક છે, તેણે અત્યાર સુધી વિકેટ પાછળ ૨૯૭ કેચ ઝડપ્યા છે.

વનડે ક્રિકેટમાં અત્યાર સુધી કુલ ૧૧ ખેલાડીઓએ  ૧૦ હજાર રન પુરા કર્યા છે. જેમાં સચિન ૧૮૪૨૬ રન સાથે પહેલા નંબરે છે. આ ઉપરાંત ભારત તરફથી સૌરવ ગાંગુલી ૧૧૩૬૩ અને રાહુલ દ્રવિડ ૧૦૮૮૯ રન બનાવી ચુક્યા છે. આ ઉપરાંત વિરાટ પાસે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મળીને કુલ રન કરવા મામલે સેહવાગથી આગળ નીકળવાની તક પણ છે. વિરાટે ત્રણે ફોર્મેટ મળીને ૧૭૨૪૪ રન બનાવ્યા છે, જ્યારે સેહવાગના નામે ૧૭૨૫૩ રન છે.

 

  • Related Posts