વિરાટ કોહલી અથવા સ્ટીવ સ્મિથ? સ્ટીવ વોના જણાવ્યા મુજબ, આ છે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન

વોના મતે જે રીતે બ્રાયન લારા, સચિન તેંદુલકર, વિવિયન રિચર્ડસ અને જાવેદ મિયાંદાદમાં મોટી તકની શોધ જોવા મળતી હતી, તેવું જ વિરાટમાં જોવા મળે છે. એ ક ઇન્ટરવ્યુંમા તેણે કહ્યું કોહલીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેની પાસે એ વી શ્રેષ્ઠતમ તકનીક છે, જેવી હાલમાં વિશ્વના કોઇ બેટ્સમેન પાસે નથી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના માજી કેપ્ટન સ્ટીવ વોએ  ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતાં તેને વિશ્વનો નંબર વન બેટ્સમેન ગણાવ્યો હતો.

મહત્વની વાત એ  હતી કે વોએ  કોહલીને પોતાના દેશના ટોચના ક્રિકેટર સ્ટીવ સ્મીથ કરતાં પણ ઉપર ગણાવ્યો હતો. કોહલીની પ્રશંસા કરતાં વોએ  કહ્યું હતું કે મને લાગે છે કે સ્ટીવ સ્મીથમાં રનની ભૂખ વધુ છે પણ હાલમાં જ્યારે તે ૧૨ મહિના ક્રિકેટથી દૂર છે ત્યારે મને લાગે છે કે કોહલી સૌથી સારો છે.

 

એ વી તકનીક એ બી ડિવિલિયર્સ પાસે હતી પણ હવે તે ટેસ્ટ ક્રિકેટ છોડી ચુક્યો છે, એ  સ્થિતિમાં વિરાટ સૌથી આગળ નીકળે છે. આ પહેલા પણ સ્ટીવ વો કોહલીની પ્રશંસા કરી ચુક્યો છે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વિરાટની જોરદાર ઇનિંગ દરમિયાન વોએ  તેની પ્રશંસા કરતાં લખ્યું હતું કે તે ગ્લોબલ સુપરસ્ટાર છે, જે વિશ્વ ક્રિકેટના તમામ રેકોર્ડ તોડશે.

  • Related Posts