વિજય માલ્યાએ કેમ રડવું પડ્યું

અનેક બેંકોના પૈસા લઈને લંડન ભાગી ચૂકેલો લિકરકિંગ વિજય માલ્યા ગુરુવારે બ્રિટિશ હાઈકોર્ટમાં રડી પડ્યો. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ભારતીય બેંક તાત્કાલીક પૈસા પરત લઈ લે. રૉયલ કોર્ટ ઑફ જસ્ટિસની બહાર માલ્યાએ કહ્યું કે, હું મૂળ 100 ટકા રકમ પાછી આપવા માંગું છું. સીબીઆઈ અને ઈડી મારી સાથે જે કરી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. 64 વર્ષના વિજય માલ્યા પર ભારતની બેંકો સાથે 9 હજાર કરોડની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલાની તપાસ ઈડી અને સીબીઆઈના હાથમાં છે.

માલ્યાએ કહ્યું કે, બેંકોની ફરિયાદ પર હું ચૂકવણી નથી કરી રહ્યો, હું ઈડીએ મારી સંપત્તિઓ જપ્ત કરી લીધી. મેં પીએમએલએ હેઠળ કોઈ અપરાધ નથી કર્યો કે ઈડીએ મારી સંપત્તિઓને જપ્ત કરી લીધી

Related Posts