E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

માનીને ચાલજો કે ન્યૂ ઇન્ડિયામાં તમારૂં રોકાણ સલામત છેઃ મોદી

૯માં વાઈબ્રન્ટ સમિટનો આરંભ કરાવતા પીઍમ મોદી  અમારી સરકાર રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને પુનઃ પરફોર્મના સૂત્રથી ચાલે છે : મોદી. વડા­ધાન નરેન્દ્ર મોદીઍ ગુજરાતની નવમી વાયબ્રન્ટ સમિટમાં વિશ્વના ટોચના ડિપ્લોમેટ્સ અને દેશના ઉદ્યોગપતિની હાજરીમાં કહ્નાં હતું કે ઍવું માનીને ચાલજો કે ભારતમાં તમારૂં મૂડીરોકાણ સલામત છે, કારણ કે કેન્દ્ર સરકારે દેશમાં વ્યાપારને સરળ બનાવવા માટે શ્રેણીબદ્ઘ પગલાં લીધા છે. ગ્લોબલ રોકાણકારોને મોદીઍ ઍવો વિશ્વાસ અપાવ્યો હતો કે તમને કોઇ તકલીફ પડે તો હું તમારો હાથ પકડીને સાથે આવીશ. ખાસ કરીને મોદીઍ વાયબ્રન્ટ સમિટના ઉદધાટન સમારોહના સંબોધનમાં પોતાના ન્યૂ ઇન્ડિયાના સૂત્રને આગળ વધારતાં કહ્નાં હતું કે અમે જીઍસટીના અમલ સાથે કરવેરાના માળખાનું પણ સરળીકરણ કર્યું છે. આ ઉપરાંત દેશમાં સામાજીક, આર્થિક ­ગતિ થાય તે માટે વિકાસને જુદા જુદા ­દેશો સુધી લઇ ગયા છીઍ. જે લોકોને વિકાસના ફળ હજી સુધી મળ્યા નથી ત્યાં વિકાસ થાય તે દિશામાં પગલાં લીધાં છે.

વિશ્વના પંદર દેશો કન્ટ્રી પાર્ટનર અને અગિયાર ગ્લોબલ બિઝનેસ ઇન્સ્ટીટ્યુટના વડાઑની ઉપસ્થિતિમાં વડા­ધાને કહ્નાં હતું કે દેશભરમાં છેલ્લા સાડા ચાર વર્ષથી નવી રોજગારીની તકો ઉભી કરવા પગલાં લેવાયા છે જેમાં મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ પગલાંના કારણે મારી સરકારના શાસનકાળ દરમ્યાન વિકાસ દર ૭.૩ ટકા રહ્ના છે જે ૧૯૯૧ થી અત્યાર સુધીમાં સૌથી ઉંચો વિકાસ દર હાંસલ કરવામાં આવ્યો છે જેની સાથે ૧૯૯૧ થી અત્યાર સુધીમાં સૌથી નીચો ફુગાવાનો દર ૪.૬ ટકા રહ્ના છે, જે અગાઉ કોઇ કેન્દ્ર સરકારે હાંસલ કર્યો નથી. મોદીઍ વાયબ્રન્ટ સમિટની નવમી શ્રૃંખલાને પૂર્ણરૂપે વૈશ્વિક સમીટ ગણાવી જણાવ્યું હતું કે, આ સમિટ માત્ર ગુજરાતની જ નહીં ભારત દેશ માટે પરવિર્તન લાવવાની યાત્રા છે. આ સમિટ માત્ર ભારતીયો માટે જ નહીં વિશ્વ સમુદાયના વિકાસનું ચિંતન છે ઍટલે જ અમારી સાથે આ સમિટમાં ૧૫ જેટલા પાર્ટનર કન્ટ્રીઝ અને ૧૧ જેટલા વિશ્વભરના પાર્ટનર ઑર્ગેનાઇઝેશન જોડાયા છે. તેમણે આ સમિટ ઉદ્યોગ સાહસિકોમાં વિશ્વાસ નિર્માણનું અને સરકારી તંત્રમાં ક્ષમતા નિર્માણનું માધ્યમ બની રહી હોવાનું જણાવ્યું હતું.

ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિકાસ ­ક્રિયા સામેના પડકારોને જાણવા જરૂરી હોવાનું જણાવતા ­ધાન મંત્રી મોદીઍ ઉર્દવ પડકારોમાં ­પ્રાદેશિક વિકાસ, વંચિતોનો વિકાસ જેવી સમસ્યા અને સમક્ષિતિજ પડકારોમાં ગુણવત્તાલક્ષી જીવન, સેવા ક્ષેત્ર, આંતરમાળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે ઍમ પણ જણાવ્યું હતું કે, આ પડકારોનો ઉકેલ વિકાસ સાથે જોડાયેલો છે ઍટલે જ દેશની સિદ્ઘિ સીધી માનવ વિકાસને જ સ્પર્શે છે. ભારત દેશ હવે વેપાર-ઉદ્યોગ માટે પહેલાં ન હતો ઍટલે સક્ષમ દેશ બન્યો છે, વિશ્વ બેન્કના ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના માપદંડોમાં ભારતે ૬૫ ક્રમનો કૂદકો લગાવી ­ગતિ કરી છે. આપણે વિશ્વના ­થમ પંદર દેશમાં પહોંચવા સખત પુરૂષાર્થ કરવાનો છે. દેશભરમાં જીઍસટીના માધ્યમથી સમાન કરવેરા, વેરા સરળીકરણ અને ડીજીલાઇઝેશનને કારણે ૯૦ ટકા મંજૂરીઑ સ્વયંસંચાલિત થઇ ગઇ છે. વેપાર ­ક્રિયા સરળ અને ઝડપી બની છે.

વૈશ્વિક સમુદાય હવે ભારત તરફ નજર માંડી રહ્ના છે તેનો ઉલ્લેખ કરતાં મોદીઍ જણાવ્યું હતું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ હાલ ર૬૩ બિલીયન અમેરિકી ડોલર્સે પહોંચ્યું છે. ઍટલું જ નહીં, કેન્દ્ર સરકારના બિઝનેસ ફ્રેન્ડલી ­યાસોના કારણે જ છેલ્લા ૧૮ વર્ષમાં કુલ રોકાણના ૪૫ ટકા વિદેશી મૂડીરોકાણ આપણે મેળવી શકયા છીઍ. સરકારે વિકાસ ­ક્રિયાને ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે જોડી છે જેના કારણે સરકારના લાભો હવે સીધા લાભાર્થીના બેન્ક ઍકાઉન્ટમાં જમા થાય છે. આજે ભારતની વિશ્વના ­થમ દશ ઍફડીઆઇ ડેસ્ટીનેશનમાં ગણતરી થઇ રહી છે.  વિકાસ માટે અમે મેન્યુફેકચરીંગ અને માળખાકીય સુવિધાના નિર્માણ ઉપર વધુ મહત્વ આપ્યું છે તેનું કારણ દર્શાવતા મોદીઍ જણાવ્યું હતું કે, મેન્યુફેકચરીંગ સેકટર વિશાળ માત્રામાં રોજગારનું સર્જન કરે છે. જયારે આંતરમાળખાકીય સુવિધાઑના નિર્માણમાં મેઇક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો સહયોગી બની રહ્ના છે. અમારી આ દીર્દ્યદ્રષ્ટિના કારણે જ ભારત આજે ગ્લોબલ મેન્યુફેકચરીંગ હબ બની રહ્નાં છે.

અમારો ઔદ્યોગિક વિકાસ કેટલાક માપદંડો ­સ્થાપિત કરે છે તેમ જણાવી મોદીઍ ભારતની ઔઈદ્યોગિક વિચારધારાને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમે કલીનર ઍનર્જી અને ગ્રીનર ડેવલપમેન્ટ તેમજ ઝીરો ડિફેકટ, ઝીરો ઇફેકટમાં માનીઍ છીઍ. જે કલાઇમેંટ ચેન્જની આજની સમસ્યાનો ઉકેલ છે. ભારતે વિશ્વ પર્યાવરણની ચિંતા કરી છે ઍટલે જ પુયાર્પ્ત ર્જા ઉત્પાદન ઉપર વધુ ઝોક આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ પુનર્પ્ત ર્જા ઉત્પન્ન કરનારો વિશ્વનો સૌથી મોટો ઍવો પાંચમો દેશ છે, પવન ર્જાના ઉત્પાદનમાં ચોથો અને સૌથી વધુ સૌર ર્જા ઉત્પાદનમાં વિશ્વભરમાં પાંચમો દેશ બની રહ્ના છે. દેશભરમાં રોડ-પોર્ટ-ઍરપોર્ટ, રેલવે, ટેલિકોમ ડીઝીટલ નેટવર્ક, ર્જા ઉત્પાદન, સામાજિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ, માળખાકીય વિકાસથી માંડીને ગુણવત્તાલક્ષી જીવન નિર્માણના ક્ષેત્રોમાં મૂડીરોકાણની અમાપ તકો રહેલી છે. ભારત આજે વીજળીની નિકાસ કરતો દેશ બન્યો છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઍલઇડી બલ્બનો વપરાશ, પુનઃ­પ્રાય ર્જા ઉત્પાદનને ­પ્રોત્સાહનને કારણે આ શકય બન્યું છે. અમે દેશભરમાં રોડ-રસ્તા નિર્માણની ઝડપ બમણી કરી છે. મુખ્ય પાકોનું ઉત્પાદન કૃષિ વિકાસને કારણે વધી રહ્નાં છે. દેશભરમાં ૯૦ ટકા ગામડાંને રસ્તાનું જાડાણ મળી ગયું છે. ભારતે રેલવે લાઇનના ગેજ પરિવર્તનની ઝડપ બમણી કરી છે. રેલવે ટ્રેકના વીજળીકરણની ઝડપ બમણી કરી છે. પબ્લીક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે રસ્તા, ઑવરબ્રીજ જેવી માળખાકીય સુવિધાઑનું નિર્માણ અત્યંત ઝડપથી આગળ ધપી રહ્નાં છે દર રહ્ના છે.

૯મી વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત મહાનુભાવો

પ્રેસિડેન્ટ ઓફ રિપબ્લીક ઓફ ઉઝબેકિસ્તાન
પ્રાઇમ મિનિસ્ટર ઓફ ડેન્માર્ક
પ્રાઇમ મિનિસ્ટર ઓફ ચેક રિપબ્લિક
પ્રાઇમ મિનિસ્ટર ઓફ માલ્ટા
પ્રાઇમ મિનિસ્ટર ઓફ ચેક

ગર્વનર ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઍન્ડ ગર્વનર ડેઝીગ્નેટ ઓફ ધ કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા
સ્ટેટ મિનિસ્ટર ઓફ ઇકોનોમી, ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી જાપાન
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન અર્ફેસ ઍન્ડ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન રવાન્ડા
મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી, ટ્રેડ ઍન્ડ ઍસ.ઍમ.ઇ. નામિમબિયા
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટેક્ષેશન ઍન્ડ કસ્ટમસ, નેધરલેન્ડ
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કલાયમેંટ ચેન્જ ઍન્ડ ઍન્વાયરમેન્ટ, યુ.ઍ.ઇ.
સી.ઇ.ઓ. ઍન્ડ પ્રેસિડેન્ટ ઓફ કોન્ટ્રા
મિનિસ્ટર ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ટ્રેડ, મોરક્કો
ડેપ્યુટી મિનિસ્ટર ઓફ થાઇલેન્ડ
ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇકોનોમી અઝર બૈજાન
ગર્વનર ઓફ કોમનવેલ્થ ઓફ કેન્ટૂકી

Latest

જાસૂસી મામલે જેલમાં બંધ પાકિસ્તાની કેદીની જયપુર જેલમાં હત્યા
દક્ષિણ કોરિયામાં પીઍમ મોદીઍ મહાત્મા ગાધીની પ્રતિમાનુ અનાવરણ કર્યુ
આઇઍલ ઍન્ડ ઍફઍસ કટોકટી : ઇડીના છ સ્થળોઍ દરોડા
કાપડ માર્કેટમાં હવે સર્જિકલ સ્ટ્રાઇક-ટુ અને હેન્ડ ગ્રેનેડની બિલબુક!
‘સ્ટેચ્યુ’ને ધાનાણીઍ ભંગાર કહેતા ગૃહમાં ધમાલ
આર્મી ચીફ બિપિન રાવતે તેજસથી ભારે ઉડાણ
સરકારની વેબસાઇટમાં સ્ક્રેપનો ઉલ્લેખ નથી તેમ છતાં ધાનાણીની જૂઠાણાથી બધાને ગેરમાર્ગે દ ....
મસૂદ અઝહર અને હાફિઝ સઇદને અંડરગ્રાઉન્ડ થઇ જવા પાકિસ્તાન સેનાની સૂચના
ફરીથી સજી રહી છે દેશની પહેલી મારૂતિ ૮૦૦
કેરળ પોલીસ દળમાં જોડાયો દેશનો પહેલો હ્નામોનોઇડ રોબોટ