ટ્રમ્પે કર્યા પીએમ મોદીના વખાણ, કહ્યું તેઓ એક સજ્જન વ્યક્તિ, હું ભારત જવા માટે ઉત્સુક

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં ભારતની મુલાકાતની ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, તેમને સજ્જન અને સારા મિત્ર ગણાવ્યા છે. ટ્રમ્પે પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેના તેમના કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે પીએમ મોદી એક સજ્જન અને મારા સારા મિત્ર છે. ટ્રમ્પે પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેના તેમના કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી છે.

વ્હાઇટ હાઉસની ઘોષણાના બીજા દિવસે ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે હું ભારત જવા માટે રાહ જોઈ રહ્યો છું. એક પ્રશ્નના જવાબમાં પીએમ મોદીની પ્રશંસા કરતા અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, ‘તેઓ (વડા પ્રધાન નરેન્દ્ર મોદી) મારા ખૂબ સારા મિત્ર છે. તે એક ઉત્તમ વ્યક્તિ પણ છે.ટ્રમ્પે કહ્યું કે તેમણે આ સપ્તાહના અંતમાં પીએમ મોદી સાથે વાત કરી હતી અને વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે લાખો લોકો તેમને એરપોર્ટથી અમદાવાદના નવા સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી આવકારશે. 24 અને 25 ફેબ્રુઆરીએ તે નવી દિલ્હી અને ગુજરાતમાં અમદાવાદ જશે. જ્યાં તે હ્યુસ્ટનમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમને સંબોધન કરશે અને ભારતીય-અમેરિકન લોકો સાથે વાતચીત કરશે.

ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક વેપાર અને સંરક્ષણ સોદાને આખરી ઓપ મળે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની બે દિવસીય મુલાકાત પહેલા, મોદી સરકાર યુ.એસ. સંરક્ષણ કંપની લોકહિડ માર્ટિન પાસેથી 2.6 અબજ ડોલરમાં 24 એમએચ-60 આર સીહોક હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપવાની તૈયારીમાં છે.

Related Posts