ટ્રાફિકની સમસ્યા કાબુમાં રાખવા યોગ્ય જગ્યાએ રિક્ષા-સ્ટેન્ડ ફાળવવા રજૂઆત

  • 14
    Shares

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘણી બધી જગ્યાઅો પર પે એન્ડ પાર્કની સુવિધા આપવામાં આવી છે. જેમાં બ્રિજની નીચે તેમજ ઘણી જગ્યાઅો પર ખુલ્લા પ્લોટ પર પે એન્ડ પાર્ક શરૂ કરાયા છે. જેમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું છે. અમુક જગ્યાએ તો પે એન્ડ પાર્કનો વર્કઅોર્ડર પૂર્ણ થઈ ગયો હોવા છતાં પૈસા ઉઘરાવીને કામગીરી ચાલુ રાખવામાં આવે છે. તેમજ ઘણી જગ્યાઅોએ સીકયુરિટી મની જમા નહીં થઇ હોવા છતાં ઇજારો ચાલુ રખાતો હોવાનું જણાતા હવે આ બાબતે ઉપરાંત પે એન્ડ પાર્કના ઇજારદારો દ્વારા આડેધડ વસુલાતા ચાર્જ, કોઇ એક જ સંસ્થા માટે રીર્ઝવ રખાતી જગ્યા વગેરે ફરિયાદો મળી હોય તપાસ કરવા માટે સ્થાયી સમિતી અધ્યક્ષ અનીલ ગોપલાણી દ્વારા આદેશ કરાયો છે.

મનપાની સ્થાયી સમિતીની બેઠકમાં પે એન્ડ પાર્કમાં થઈ રહેલા ઈશ્યુ બાબતે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વ્યવસ્થિત રીતે તપાસ કરીને રીપોર્ટ તૈયાર કરવા માટે તેમજ જરૂર પડયે ખાતાકીય તપાસ મુકવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેના માટે કમિશનરે ૩ સભ્યોની ટીમ બનાવવા સુચના આપવામાં આવી છે. આ તપાસ સમિતીને ૧૫ દિવસમાં રીપોર્ટ આપવા માટેનો આદેશ પણ અપાયો છે.

ટ્રાફિકની સમસ્યા કાબુમાં રાખવા યોગ્ય જગ્યાએ રિક્ષા-સ્ટેન્ડ ફાળવવા રજૂઆત

શહેરમાં રિક્ષાવાળાઅો આડેધડ રસ્તા પર ઉભા રહી જતા હોય છે. અને ગમે ત્યાંથી લોકો રિક્ષા પકડી લે છે. જેથી ટ્રાફિકની સમસ્યા થાય છે. અને ખાસ કરીને સાંકડા રસ્તાઅો પર આવી સમસ્યાઅો થાય છે. જેથી કોંગ્રેસના કોર્પોરેટર ડી.પી વેકરીયા દ્વારા મનપા કમિશનરને લેખિતમાં રજુઆતમાં જણાવાયું છે કે, શહેરમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે. ચોક્ક્સ જગ્યાઅો પર પટ્ટા પાડી રીક્ષાઅોને ત્યાં જ ઉભા રાખવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે. જેથી અકસ્માતો અને ટ્રાફિકનું પ્રમાણ અોછું થશે.

લસકાણા ગામ પાસે બીઆરટીએસ પર ફુટ અોવર બ્રિજ બનાવવા રજૂઆત

સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણાથી કામરેજ ચાર રસ્તા સુધી બીઆરટીએસ રૂટ બનાવાયો છે. પરંતુ લસકાણા ગામથી રોડ ક્રોસ કરીને સામેના રોડ ઉપર આવેલા ટેક્સટાઈલ ઈન્ડ. માં જવા વાળા કામદારોને રોડ ક્રોસ કરવામાં તકલીફ પડતી હોય તે જગ્યાએ ફુટ અોવર બ્રિજ બનાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઅોએ જણાવ્યું હતું કે, અહી પીક અવર્સમાં રોડ ક્રોસ કરવામાં ખુબ તકલીફ પડે છે. તેમજ ફુટ અોવર બ્રિજની સાઈઝ પણ મોટી રાખવી પડે તેમ છે. કારણ કે અહી રોડ ક્રોસ કરનારાઅોની સંખ્યા પણ ખુબ વધારે છે.

 

  • Related Posts