કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા

અનેક હત્યાના ગુનામાં સંડોવાયેલા અને વે રોડ વિસ્તારના માથા ભારે ગણાતા સૂર્યા મરાઠીની આજે બપોરે હત્યા કરી નાંખવામાં આવી હતી. તે ઓફિસ માં બેઠો હતો ત્યારે અજાણ્યા ઇસમોએ તેના પર હુમલો કર્યો હતો. સાતથી આઠ લોકો બાઇક પર આવ્યા હતા અને ચપ્પુ-તલવારથી હુમલો કર્યો હતો. તેને ગંભીર હાલતમાં મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્યારે ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલા તેને મનુ ડાયા હત્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તેની મનુ ડાયા, ટુનટુન અને મનીષ કૂકડી ગેંગ સાથે દુશ્માનાવટ હતી એટ્લે આ હત્યામાં કઈ ગેંગ સંડોવાઇ છે એની તપસ પોલીસ કરી રહી છે. આ હુમલામાં તેની સાથે હાર્દિક પટેલ નામના યુવાનનું પણ મોત થયું છે.

Related Posts