સંસદમાં ચાલુ ચર્ચા દરિમાન ઇટાલિયન સાંસદે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
ઇટલીના સાંસદ ફ્લેવિયો ડી મુરોએ સંસદના સત્ર દરમિયાન ચાલી રહેલી ચર્ચાની વચ્ચે દર્શકોની ગેલેરીમાં બેઠેલી ગર્લ ફ્રેન્ડ એલિસા ડી લીઓ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સાંસદ ફ્લેવિયોએ સંસદમાં પ્રપોઝ કરવા અંગે જણાવ્યું હતું કે, તેમની ગર્લફ્રેન્ડ રાજકીય કેરિયર દરમિયાન તેમની સાથે રહી છે. તે વ્યક્તિગત અને રાજકીય જીવનમાં તેમની સૌથી નજીક રહી છે. જો કે, સ્પીકરે ચર્ચા દરમિયાન પ્રસ્તાવને અયોગ્ય ગણાવ્યો હતો. તો બીજી તરફ ગર્લફ્રેન્ડે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. ફ્લેવિયો અને એલિસા 6 વર્ષથી ઇટાલીના વેન્ટિમિગ્લિયામાં સાથે રહે છે. સાંસદ ફલેવિયોએ ગયા વર્ષે માર્ચમાં ચૂંટણી જીતી હતી. ગૃહના સ્પીકર રોબર્ટો ફિકોએ કહ્યું હતું કે, મિસ્ટર સાંસદ હુ તમારા કારનામાથી થોડો દુ:ખી જરૂર છું, હું સમજી શકુ છું પરંતુ ચર્ચા દરમિયાન તમારા હસ્તક્ષેપને સરાહનીય માની શકાય તેમ નથી. ગર્લ ફ્રેન્ડને તેમણે પ્રસ્તાવ મૂક્યો તે દરમિયાન ગૃહમાં ભૂકંપ પછી પુન:નિર્માણ પર ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફ્લેવિયો ઉભા થયા અને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. બે સાથી સાંસદો ઉભા થયા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા.