શ્રીલંકાઇ નૌકાદળ દ્વારા તામિલનાડુંના ચાર માછીમારોની ધરપકડ
તમિલનાડુના ચાર માછીમારોને શ્રીલંકાઇ નૌકાદળ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રામેશ્વરમમાં ચાર માછીમારો એક બોટમાં ડેલ્ફ્ટ આઇલેન્ડ પાસે ફરી રહ્યા હતાં. ત્યારે શ્રીલંકાના નૌકાદળના જવાનોએ તેમની ધરપકડ કરી હતી. તેમને કાંગેસથુરઇ નૌસેનાના શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલા 28 જુલાઈએ શ્રીલંકાની નૌકાદળ દ્વારા દરિયાઇ સીમામાં માછીમારી કરવાના આરોપમાં 7 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
રામેશ્વરમ અને કછથીબુ આઇલેન્ડ નજીકના વિસ્તારના કેટલાક માછીમારો માછલી પકડી રહ્યા હતા ત્યારે શ્રીલંકાની નૌસેનાએ માછીમારોની ધરપકડ કરીને બોટ કબજે કરી હતી. તે પહેલા 25 જુલાઈએ પણ શ્રીલંકાની નૌકાદળે ચાર ભારતીય માછીમારોને શિકારના આરોપમાં ધરપકડ કરી હતી. ફાસ્ટ એટેક ક્રાફટનાં ઉત્તરી નૈસેના કમાન્ડમાં જોડાયેલા શ્રીલંકાઇ નૈસેનાના સૈનિકોએ અવેધ શિકાર કરવાના આરોપમાં 4 માછીમારોની ધરપકડ કરી હતી. બંને દેશના માછીમારોને મોટાભાગે ભૂલથી એક બીજાનાં પ્રદેશમાં પ્રવેશવા બદલ જેલમાં નાંખી દેવામાં આવે છે. તેમની બોટોમાં આધુનિક સિસ્ટમ્સના અભાવને કારણે તેઓ ઘણીવાર આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી જાય છે.