ભારતની મુલાકાત પહેલા ફરી બોલ્યા ટ્રમ્પ, કહ્યું મારા માટે સન્માનની વાત, બે અઠવાડિયામાં જઈ રહ્યો છું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય મુલાકામાં ગુજરાતની મુલાકાતે આવનાર છે. તે પોતાના ભારત પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારત જવાનું તેમના માટે સન્માનની વાત છે. ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે તે બંને લોકશાહી દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરીને કહ્યું, ‘મને લાગે છે કે તે સન્માનની વાત છે? માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર પ્રથમ નંબરે છે અને બીજા નંબર પર ભારતના વડા પ્રધાન છે. હું બે અઠવાડિયામાં ભારત જઇ રહ્યો છું. હું તેનાથી ઉત્સાહિત છું.’

Related Posts