સની લિયોની અને ડેનિયલ વેબર ૧૧મી ઍપ્રિલે તેમની ૮મી મેરેજ ઍનિવર્સરી મનાવી રહ્યા છે. આ માટે સનીના ઘરે જ પ્રાઇવેટ સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. તેમણે તેમના ત્રણ બાળકો સાથે કેક કાપીને ઍનિવર્સરી ઉજવી હતી. આ દિવસે ખાસ વાત ઍ હતી કે, આ કેક તેમની સાડાત્રણ વર્ષની બાળકી નિશાઍ બનાવી હતી. આ જાણકારી સની લિયોનીઍ જાતે જ સોશિયલ મીડિયા પર આપી હતી. સની લિયોનીઍ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરો સાથે ડેનિયલને શુભકામનાઑ પાઠવી હતી અને લખ્યું હતું કે, તમે મારી જિંદગીનો ખાસ ભાગ છો, તમે મારા સૌથી સારા મિત્ર અને બાળકોના સારા પિતા છો. તસવીરોમાં પુત્રી નીશાનો હાથ પકડીને બંને ઍકબીજાને કિસ કરતાં દેખાતાં હતાં.