શનિવારે અહીં રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં સ્લો ઑવર રેટ મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. મિનીમમ ઑવર રેટ સંબંધિત આઇપીઍલની આચાર સંહિતા હેઠળ કોહલીની ટીમનો આ પહેલો અપરાધ હતો. તેના કારણે કેપ્ટન પર જ રૂ. ૧૨ લાખનો દંડ લાગુ કરાયો છે. આઇપીઍલ પોઇન્ટ ટેબલમાં સાવ નીચલા સ્થાને બેઠેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબને તેના હોમ ગ્રાઉન્ડ પર ૮ વિકેટે હરાવીને હાલની સિઝનનો આ પહેલો વિજય મેળવ્યો છે.