શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો, મહાદેવની આરાધનાનો મહિનો

  • 69
    Shares

રવિવારથી હિંદુઅોના પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે ત્યારે તમામ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળશે. શિવભક્તિનો અતિ પવિત્ર સમય ગણાતા આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલીપત્રો, દૂધ તેમજ અને ગંગાજળ ચઢાવવામાં આવશે. શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરના તમામ શિવાલયોમાં તડામાર તૈયારીઅો પણ આરંભી દેવામાં આવી છે.

શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. દેવોના દેવ મહાદેવની આરાધનાનો મહિનો. શ્રાવણ મહિનામાં દર સોમવારે શહેરના તમામ શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોની ભારે ભીડ જાવા મળતી હોય છે. શિવાલયોમાં સવાર-સાંજ મહાઆરતી તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. શહેરના અતિ પૌરાણિક ગણાતા સિદ્ધનાથ મહાદેવ મંદિર, કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિર કામરેજ પાસેના ગલતેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય શિવ મંદિરોમાં તડામાર તૈયારીઅો કરી દેવામાં આવી છે.

મંદિરોમાં લાઈટિંગ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શ્રાવણ મહિનામાં શિવને ચઢાવવામાં આવતા બિલીપત્રોની માંગ પણ વધી જશે. સાથે જ ફૂલ-ફળાદીનું પણ મોટાપાયે વેચાણ થશે. રવિવારથી જ શરૂ થતા શ્રાવણ મહિના દરમિયાન માસ-મદિરાનું સેવન કરવામાં આવશે નહીં. ભક્તો એક મહિના સુધી ભગવાન શિવની આરાધના કરે છે. કેટલાક ભક્તો માત્ર એક જ ટાઇમ જમે છે અને ઉપવાસ કરી ભગવાન શિવને પ્રાર્થના કરે છે.

 

  • Related Posts