અંકલેશ્વરથી સાપુતારા જઈ રહેલી સ્કૂલની બસ ચિખલી પાસે પલટી, 25 બાળકો ઇજાગ્રસ્ત, 6 બાળકોની હાલત ગંભીર

આજે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંકલેશ્વરની અમૃતપૂરા સ્કૂલના વિધાર્થીઓ ભરેલી બસ સાપુતારાના પ્રવાસે જઈ રહી ત્યારે વહેલી સવારે 5 વાગ્યે ચિખલી પાસે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 25 વિદ્યાર્થીઓએ ઘવાયા હતા. જેમને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાથી ગંભીર 6 વિદ્યાર્થીઓને સુરત સિવલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં હજી સુધી કોઈ જનહાનિના સમાચાર નથી.

એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર બસ સ્પીડમાં પસાર થઈ રહી હતી અને અચાનક જ બસ પલટી જવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બાળકોની ચીચયારીઓ સાંભળતી હતી. આ સાંભળી બીજા લોકો પણ મદદ માટે આવી પહોંચ્યા હતા અને 108ની મદદથી સારવાર માટે રિફર કરાયા હતા. બસમાં 57 બાળકો હતા જેમથી 25ને ઇજા થઈ હતી. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓ ધોરણ 4 થી 8માં અભ્યાસ કરતાં હતા. બસને અકસ્માત નડતાં રસ્તો બાળકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

Related Posts