ગંજાના સેવન બદલ પાકિસ્તાની બેટ્સમેન શહઝાદ પર ૪ વર્ષનો પ્રતિબંધ

  • 16
    Shares

 

પાકિસ્તાનના ઓપનર અહમદ શહઝાદે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શરૂઆત કરી હતી ત્યારે ઘણાં દિગ્ગજોએ  તેની તુલના વિરાટ કોહલી સાથે કરી હતી.

જોકે હવે એ  શહઝાદ ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે અને તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદી દેવાયો છે. શહઝાદનો એ પ્રિલમાં રમાયેલી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ દરમિયાન ડોપ ટેસ્ટ થયો હતો અને તેના રિપોર્ટમાં તે કસુરવાર ઠર્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ  આ અહેવાલની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે શહઝાદ પ્રતિબંધિત પદાર્થોના સેવનમાં કસુરવાર ઠર્યો છે. તેને ગાંજાના સેવન બદલ કસુરવાર ઠેરવવામાં આવ્યો છે.

તેને ૨૦૧૭માં વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પછી ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયો હતો અને તેણે ગત વર્ષે ઓક્ટોબર પછી કોઇ વનડે મેચ રમી નથી. પાકિસ્તાની ક્રિકેટરો ડોપિંગમાં ફેલ થવાનો જૂનો ઇતિહાસ છે.

ઝડપી બોલર શોએ બ અખ્તર અને મહંમદ આસિફ ૨૦૦૬માં પ્રતિબંધિત પદાર્થના સેવનમાં કસુરવાર ઠર્યા હતા. સ્પિનર રઝા હસન ૨૦૧૫માં જ્યારે હાલમાં યાસિર શાહ અને અબ્દૂર રહેમાન પણ ડોપિંગમાં કસુરવાર ઠર્યા હતા.

 

  • Related Posts