સચિન સાથે ફરી ઓપનિંગ કરશે સેહવાગ

દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર છે. ક્રિકેટ પ્રશંસકો ફરી એક વખત સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની પોતાની મનપસંદ જોડીને ઓપનિંગ કરતા જોઈ શકશે. આ દિગ્ગજ જે ટીમ સામે ઓપનર તરીકે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે તેની કેપ્ટનશિપ વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના હાથમાં છે. આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં કુલ 11 મુકાબલા રમાશે. જેની શરુઆત સચિન તેંડુલકર અને બ્રાયન લારાની ટીમો વચ્ચેના મુકાબલાથી થશે. સચિનની ટીમ ઇન્ડિયા લીજેન્ડ્સઅને બ્રાયન લારાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ વચ્ચે આ મુકાબલો 7 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગુરુવારે આ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 11 મેચ રમાશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ શ્રેણીના કમિશ્નર છે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે.

Related Posts