સચિન તેંદુલકરે શું ઉધાર લેવું પડ્યું

ભારતના મહાન દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકર ઓસ્ટ્રેલિયામાં બુશફાયર ચેરિટી મેચમાં ઇનિંગ્સ બ્રેક દરમિયાન સચિન બેટિંગ કરવા ઉતર્યો હતો. સચિન ઓસ્ટ્રેલિયન ટી-શર્ટ પહેરીની ઉધારની બેટ સાથે પાંચ વર્ષ પછી મેદાનમાં બેટિંગ માટે ઉતર્યો અને તેણે પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો, પાંચ વર્ષ પછી મેદાન પર ઉતરેલા સચિન માટે દર્શકોની લાગણી અને પ્રેમ એવો ને એવો જ રહ્યો હતો અને સચિન સચિનનો ગુંજારવ ચાલુ થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની ઓલરાઉન્ડર એલિસ પેરીએ સચિનને પોતાની બોલિંગમાં બેટિંગ કરવાનો પડકાર ફેંક્યો હતો અને તેના કારણે સચિન એ પડકાર ઝીલીને બેટિંગ માટે આવ્યો હતો. એક ઓવર બેટિંગ કરવા આવેલો સચિન તરત જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માંડ્યો હતો અને તેનો એક વીડિયો આઇસીસીએ શેર કર્યો હતો.

Related Posts