ફી વધારા માટે બાંયધરીપત્રક લખાવી લેવામાં આવતા વાલીઅોમાં રોષ

  • 6
    Shares

રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઅો પાસે લેખિતમાં ‘ફીમાં વધારો કરવામાં આવે તો કોઇ વાંધો નહી’ હોવાનું બાંહેધરી પત્રક લખાવી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેને કારણે મોટો વિવાદ થયો છે. વાલીઅો દ્વારા આ મામલે ડીઇઅો કચેરીને ફરિયાદ કરવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે.

રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ રીતે ફી વધારા માટે બાંયધરીપત્રક લખાવી લેવામાં આવતા વાલીઅોમાં રોષ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. તેમાં જાગૃત વાલીઅો દ્વારા આ મામલે પોતાની અોળખ છુપી રાખવાની શરતે મિડીયાનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો. તેઅોએ જણાવ્યું કે, અગાઉ પણ રાયન દ્વારા ફી મામલે હાલ કોર્ટમાં મામલો પેન્ડીંગ છે ત્યારે ધાક ધમકી આપવામાં આવી હતી. દરમિયાન રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકો સાથે અમે આ મામલે સંપર્ક કર્યો હતો પરંતુ તેઅોનો સંપર્ક સાંધી શકાયો ન હતો.

રાયન ઇન્ટરનેશનલ જેવી સ્કૂલો હમ નહી સુધરેંગેની નીતિ અપનાવે છે

રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકો સામે અગાઉ પણ ગંભીર આક્ષેપ થયા હતા. તેમાં વિદ્યાર્થીઅોની આંતરિક લડાઇમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા થઇ હતી. આ પ્રકરણ પણ વિવાદીત થયું હતું. દરમિયાન જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે ફી મામલે પણ વાલીઅોને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા આ કિસ્સાને દબાવવા માટે હાલમાં જમીન આસમાન એક કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમે સંચાલકોનો સંપર્ક સાંધતા તેઅોએ કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

  • Related Posts