રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગ્યો, આંખોમાં આંસુ આવી ગયા
હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર રણબીર કપૂર હવે આલિયા ભટ્ટ સાથે તેનો સંબંધ કાયમી કરવા માગે છે. તેણે મહેશ ભટ્ટ સાથે મુલાકાત કરી છે અને લગ્ન માટે આલિયાનો હાથ માગ્યો છે. લગ્નની વાત કરતી વખતે રણબીર કપૂર ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે, બંનેના લગ્ન 2020માં થઇ જશે. જો કે, આ પહેલા પણ તેમના લગ્નની વાતો આવી ચૂકી છે.