સિંગાપોરમાં રજાઅો મનાવ્યા બાદ પ્રિયંકા ભારત પાછી ફરી છે

  • 18
    Shares

અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણાં સમયથી અમેરિકન ગાયક નિક જાનસની સાથે પોતાનાં પ્રેમ સંબંધના પગલે સમાચારોમાં છે. જણાવવામાં આવી રહ્યા છે કે બંનેએ સગાઇ કરી લીધી છે અને આજ કારણથી પ્રિયંકાએ સલમાનની આગામી ફિલ્મ ‘ભારત’ને છોડી દીધી છે. પ્રિયંકા આજકાલ નિકની સાથે સારો એવો સમય પણ પસાર કરી રહી છે. હાલમાં જ પ્રિયંકાએ સિંગાપોરમાં યોજાયેલ એક ગીત સંગીતના કાર્યક્રમ દરમ્યાન નિકને ચીયર પણ કર્યો હતો.

સિંગાપોરમાં રજાઅો મનાવ્યા બાદ પ્રિયંકા ભારત પાછી ફરી છે. હાલમાં જ પ્રિયંકાને જયારે દિલ્હી હવાઇમથકે જાવામાં આવી હતી. દિલચસ્પી વાત એ છે કે પ્રિયંકા જયારે એરપોર્ટની વીઆઇપી લોન્જમાંથી નીકળી રહી હતી ત્યારે ઘણાં ફોટોગ્રાફરો તેને કેમેરામાં ઝડપી લેવા માટે ઊભા હતાં. તે જાઇને પ્રિયંકાએ પોતાનાં હાથમાંથી વીંટી કાઢી પોતાની જીન્સના ખિસ્સામાં મૂકી ત્યારપછી બહાર નીકળી હતી.

 

  • Related Posts