E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

પીએમ મોદીની પાકિસ્તાની બહેન રાખડી બાંધવા પહોંચી દિલ્હી, 38 વર્ષથી બાંધે છે રાખડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન હસન તેમને રાખડી બાંધવા માટે દિલ્હી પહોંચી ગઈ છે. તેઓ વડાપ્રધાનને 38 વર્ષોથી રાખડી બાંધે છે. વડાપ્રધાન મોદી જ્યારે સંઘનાં કાર્યકર્તા હતાં ત્યારથી તેઓ કમર પાસે રાખડી બંધાવે છે. કમર મોહસીનનો પરિવાર પાકિસ્તાનનાં કરાચી શહેરમાંથી ગુજરાતનાં અમદાવાદ ખાતે આવીને વસી ગયું હતું. હાલ કમર મોહસીન અમદાવાદમાં રહે છે. કમર દર વર્ષે વડાપ્રધાનને રાખડી બાંધવા તેઓનાં નિવાસસ્થાને પહોંચી જાય છે. છેલ્લા 38 વર્ષથી આ સિલસિલો યથાવત છે. મોહસીન પૂરેપૂરા રિતીરિવાજ સાથે મોદીને રાખડી બાંધે છે સામે મોદી પણ પોતાની આ બહેન પ્રત્યે ખૂબજ સ્નેહ રાખે છે. આ વખતે રક્ષાબંધન અને 15 ઓગસ્ટ સાથે હોવાથી વડાપ્રધાન સવારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ લોક કલ્યાણ માર્ગ પર આવેલ તેઓનાં નિવાસ સ્થાન પર રક્ષાબંધન માટે તમામ બહેનો પહોંચશે જેમાં કમર મોહસીન પણ હશે.

Post Views: 31

Latest

ગઠબંધન સરકાર: જાણો મહારાષ્ટ્રમાં કોને, કયું મળ્યું મંત્રાલય
2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી વિશ્વની આ પહેલી કંપની બની
આ બાળકી છે ભારતની ગ્રેટા થનબર્ગ, જે દુનિયાની સૌથી નાની ઉંમરની કાર્યકર્તા છે
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ કર્યો, અમિત શાહની આ ટિપ્પણી છે કારણ
ઝારખંડ વિધાનસભામાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, આટલા મતો પડ્યા
બોલીવુડની આ અભિનેત્રી બની 2019ની સેક્સીએસ્ટ એશિયન મહિલા
અયોધ્યા મામલે SCમાં દાખલ કરાયેલ બધીજ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાઈ
કોઈપણ પંચે સરકારની વિરૂધ્ધમાં ક્યારેય પોતાનો અહેવાલ આપ્યો છે? આ કિસ્સામાં પણ..
હવે કાયદાની નજરમાં પત્નીના અનૈતિક સંબધો ગુનો ગણાશે નહીં, જાણો કેમ…
નાગરિકતા સુધાર ખરડામાંથી કેમ માત્ર મુસ્લિમોને જ બાકાત રાખવામાં આવ્યા? આ રહ્યા કારણ