જો મલ્ટીપ્લેક્સમાં ફુડ લઇ જવાની મંજૂરી મળે તો ટિકિટનાં ભાવમાં વધારો થશે

  • 61
    Shares

મલ્ટીપ્લેક્સમાં ફુડ અને બેવરેજ લઇ જવાં માટેની મંજૂરી અંગેની ઍક જનહિતની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જો મલ્ટીપ્લેક્સમાં ફુડ લઇ જવાની મંજૂરી મળે તો મુવી ટિકિટનાં ભાવમાં ૨૦થી ૪૦ સુધીનો વધારો થવાની સંભાવના છે. અર્થાત જો હાલમાં તમે ટિકિટ માટે ૨૦૦ રૂપિયા ખર્ચો છો તો ભવિષ્યમાં ટિકિટ દીઠ ૨૪૦થી ૨૮૦ રૂપિયા ચુકવવાં પડશે. ટિકિટના ભાવમાં વધારો ઍ કારણે થશે કારણે કે હાલમાં મલ્ટીપ્લેક્સની કુલ કમાણીમાં ફુડ અને બેવરેજની કમાણીનો હિસ્સો ૩૦ ટકા છે. જા મંજૂરી મળે તો આ ૩૦ ટકા ભાગને સરભર કરવાં મલ્ટીપ્લેક્સ મુવી ટિકિટ માટે વધુ ચાર્જ લેવાનો વિચાર કરી રહી છે.

ઍક આંકડા મુજબ, પીવીઆરે ચાલુ આર્થિક વર્ષમાં ૬૮૪.૩૬ કરોડનો કારોબાર કર્યો છે જેમાં ફુડ અને બેવરેજનો ભાગ ૨૦૨.૭૧ કરોડ રૂપિયા છે. મલ્ટીપ્લેક્સનાં કારોબારમાં બોક્સ અોફિસ કલેક્શન બાદ સૌથી વધુ કમાણી ફુડ અને બેવરેજથી જ થતી હોય છે. હવે જા કોર્ટ અરજીકર્તાનાં પક્ષમાં ચુકાદો આપે તો મલ્ટીપ્લેક્સ માલિકો પાસે બે વિકલ્પ રહે છે કે ક્યાં તો ફુડ અને બેવરેજનાં ભાવ અોછાં કરે અથવા ફુડ સ્ટોલ બંધ કરી દે. આ સ્થિતિમાં મલ્ટીપ્લેક્સના રેવેન્યુમાં અપ્રત્યાશિત ઘટાડો થશે જેને સરભર કરવા માટે મલ્ટીપ્લેક્સ ઍસોસિઍશન મુવી ટિકિટના ભાવમાં વધારો કરવાં માટે વિચાર કરી રહી છે. જાકે મલ્ટીપ્લેક્સમાં ફુડ લઇ જવાની મંજૂરી મળે તો ફિલ્મરસીયાઅોને મુવી ટિકિટના ભાવમાં આ વધારો નજીવો લાગશે કારણ કે ફુડ લઇ જવાની મંજૂરી મળતાં ઍક મોટી રકમ દર્શકો બચાવી શકશે.

  • Related Posts