પાટીદાર સમાજનો અગ્રણી હાર્દિક પટેલ 20 દિવસથી ગુમ

પાટીદાર અનામત આંદોલન કરનાર અને પાસની સ્થાપના કરનાર હાર્દિક પટેલ છેલ્લા 20 દિવસથી ગુમ છે. આ ગંભીર આરોપ હાર્દિકની પત્ની કાજલે જ લગાવ્યો છે. કિંજલે કહ્યું છે કે, દેશદ્રોહના આરોપસર હાર્દિકને 18 જાન્યુઆરીએ પકડવામાં આવ્યો હતો. કિંજલે કહ્યું હતું કે, મારો પતિ લગભગ 20 દિવસથી ગુમ છે. તે કયા સ્થળે છે તેની કોઇ જાણકારી નથી. તેણે એવુ પણ કહ્યું હતું કે, 2017માં સરકાર એવુ કહી રહી હતી કે, પાટીદારો સામે થયેલા તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવશે. પછી સરકાર ફક્ત હાર્દિકને જ નિશાના પર લઇ રહી છે. સરકાર નથી ઇચ્છતી કે, હાર્દિક પ્રજાને મળે અને તેમની સાથે વાતચીત કરી તેમના મુદ્દાઓ ઉઠાવે. જો કે, હાર્દિક પટેલ ક્યાં છે તેની કોઇ જાણકારી તેને નથી. આ પહેલા હાર્દિક પટેલે 12મી ફેબ્રુઆરીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન આપ્યા હતા. હાર્દિકે 11મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે સરકાર તેને ખોટા કેસોમાં ફસાવી રહી છે.

Related Posts