ઓસ્કર 2020: ‘પેરાસાઇટ’ બેસ્ટ ફિલ્મ, વાકિન ફિનિક્સ અને રેનેએ જીત્યો બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ

રવિવારે રાત્રે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં 92મા એકેડમી એવોર્ડ્સ યોજાયા. દક્ષિણ કોરિયન ફિલ્મ પેરસાઇટે ફિલ્મના વિવેચકોના દાવાને નકારી કાઢતાં શ્રેષ્ઠ પિક્ચર માટેનો ઓસ્કર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. ઓસ્કાર જીતવા માટે તે પ્રથમ નોન-ઇંગ્લિશ ફિલ્મ બની છે. આ ફિલ્મે બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં કુલ 4 એવોર્ડ જીત્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ‘જોકર’ માટે વોકિન ફિનિક્સે જીત્યો. રીની ઝેલવેગરને ફિલ્મ ‘જુડી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મ ‘પેરાસાઈટ’ ની વાર્તા ખૂબ જ માર્મિક અને સામાજિક વ્યવસ્થાનો આયનો દેખાવનારી છે. વાર્તા બે દક્ષિણ કોરિયન પરિવારોની છે. આ બંને પરિવારોમાં 4-4 સભ્યો છે. તેઓ શહેરમાં રહે છે અને બંને પરિવારોમાંથી એક અત્યંત ધનિક છે જ્યારે બીજો ગરીબ છે. બંને પરિવારો રોજિંદા સંઘર્ષોનો સામનો કરે છે, પરંતુ બંનેને સંપૂર્ણપણે જુદી જુદી જરૂરિયાતો હોય છે. એકંદરે આ ફિલ્મમાં કુટુંબ, પૈસા અને પ્રાથિમકતાઓને ખૂબ જ માર્મિક રીતે સ્પષ્ટ રીતે પડદા પર દર્શાવે છે.

જણાવી દઈએ કે હોલીવુડના દિગ્ગજ માર્ટિન સ્કોરસેસ સૌથી વધુ નવ નોમિનેશન્સ પ્રાપ્ત કરનાર ડિરેક્ટર છે. માર્ટિનને નેટફ્લિક્સ સ્ટુડિયોની ફિલ્મ ધ આઇરિશમેન માટે બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નામાંકિત કરાયા છે. સેમ મેન્ડિઝ 20 વર્ષ પછી ઓસ્કાર માટે નોમિનેટ થયા છે. છેલ્લો એવોર્ડ તેમને ‘અમેરિકન બ્યૂટી’ માટે મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ અને સોંગ સ્ટેન્ડ અપ માટે બે કેટેગરીમાં સિંથિયા ઇરીવો પણ નોમિનેટ થયા. ‘લિટલ વુમન’ માટે નામાંકિત થયેલ 25 વર્ષીય સૈરસી રોનાન ચાર વખત બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન પ્રાપ્ત કરનારી બીજી સૌથી નાની અભિનેત્રી બની છે.

Related Posts