વાલીઅોના વિરોધને પગલે અોરી-રૂબેલા રસીકરણ માટે ૫૭ શાળામાં સ્પેશ્યલ કેમ્પ

  • 14
    Shares

શહેરની અલગ-અલગ ૫૭ શાળામાં અોરી અને રૂબેલાના રસીકરણનો વાલીઅો દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ ગુરૂવારે સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરી માર્ગદર્શન આપી રસીકરણ કરાવવા જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા છેલ્લા એક મહિનાથી અોરી-રૂબેલા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરના અલગ-અલગ વિસ્તારની ૫૭ શાળાના વિદ્યાર્થીઅો અને વાલીઅો દ્વારા રસીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જયારે પણ રસીકરણ માટે તબીબોની ટીમ જાય ત્યારે વિદ્યાર્થીઅો અને વાલીઅો વિરોધ કરતા હતા.જેથી આ શાળાઅોમાં રસીકરણ અભિયાન પૂર્ણ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ગુરૂવારે નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી. વી સ્કુલમાં તમામ ૫૭ શાળાના વાલીઅો-વિદ્યાર્થીઅો અને આચાર્યો માટે માર્ગદર્શન આપવા સ્પેશ્યલ કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં રસીકરણ એ ખાનગી તબીબો દ્વારા જે રસી મુકવામાં આવે છે તે જ રસીનો ઉપયોગ કરવામાં આવી  રહ્યો છે અને તેની કોઇ આડ અસર નહિ હોવાથી વાકેફ કર્યા હતા. જેને પગલે તમામ શાળાના વાલીઅો રસીકરણ માટે તૈયાર થઇ ગયા હતા.

 

  • Related Posts