રાજકોટમાં 8 વર્ષની બાળાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ
બે દિવસ રાજકોટમાં એક શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળાનું અપહરણ કરીને તેની પર બળાત્કાર ગુજારવાની જઘન્ય ઘટનામાં પોલીસ તપાસના આધારે એક નરાધમની ધરપકડ કરી લીધી છે. આ આરોપી યુવક નજીકની ફેક્ટરીમાં મજૂરીકામ કરે છે. એટલું જ નહીં તેણે ચિક્કાર નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી લીધી છે. આજે સવારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પોલીસ દ્વારા આ આરોપીને શોધી કાઢવા માટે 50,000 ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની જુદી જુદી ટીમ દ્વારા શકમંદ આરોપીઓની અટકાયત કરીને તેઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તે દરમ્યાન થોરાળા પોલીસ દ્વારા એક આરોપી હરદેવ મશરૂભાઈ માંગરોળિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. શરૂઆતમાં આરોપી પૂછપરછ દરમ્યાન આનાકાની કરતો હતો. જો કે, તેની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીનાં કપડાં પર વીર્ય તેમજ લોહીના ડાઘા પણ મળ્યા હતા. પોલીસ દ્વારા ત્વરિત ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. જેમાં સાંયોગિક પુરાવા પણ મળી આવ્યા હતા. આરોપી બાળાને રોડ અડીને આવેલા ગરનાળા નીચે લઈ ગયો હતો. જો કે, તેના પર ગોદડીનો ડૂચો લગાવી દીધો હતો. જ્યારે બાળાના પરિવારજનો તેણીને શોધતા હતા.
અગ્રવાલે કહ્યું હતું કે, આરોપીએ છરી બતાવીને 8 વર્ષની બળા પર ચિક્કાર નશાની હાલતમાં તેણે બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. રાત્રે જ્યારે રાજકોટના શ્રમજીવી પરિવાર સૂતો હતો તે વખતે હરદેવ બાળકીને ગોદડી સાથે ઉઠાવી ગયો હતો. ગોદડીમાં તેણે બાળકીનું મોં દબાવીને હાથમાં ચપ્પુ રાખીને પોતાના મોબાઈલ ફોનની લાઈટ કરીને દુષ્કર્મ કર્યું હતું. સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ જતાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને થોરાળા પોલીસના અધિકારીઓને 45,000નું રોકડ ઈનામ આપ્યું હતું. હાલમાં બાળકી સારવાર લઈ લઈ રહી છે.