નેપાળમાં ટેકઑફ કરી રહેલું વિમાન લપસીને હેલિકોપ્ટર સાથે અથડાયું, પાયલોટ સહિત ૩ના મોત
નેપાળના લુકલા ઍરપોર્ટ પર રવિવારે સવારે ટેકઅોફ દરમિયાન ઍક વિમાન લપસીને ૨૦ મીટર દૂર ઉભેલા હેલિકોપ્ટર સાથે ટકરાઇને ક્રેશ થઇ ગયું હતું. આ ઘટનામાં પાયલટ સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચી હતી. ઍરપોર્ટના પ્રવક્તાઍ કહ્યું હતું કે, ઉડાન ભરતી વખતે ૧૯ બેઠક વાળા પ્લેને સંતુલન ગુમાવી દીધું હોવાથી આ ઘટના બની હતી. પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં પાયલટ અને હેલિપેડ પાસે ઉભેલા બે પોલીસ અધિકારીઑના મોત થયાં હતાં. પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં થયેલા નુકશાનની તપાસ ચાલી રહી છે. લુકલા ઍરપોર્ટ પર અત્યાર સુધી પ્લેન ક્રેશની બે ઘટનાઑ બની ચૂકી છે. આ પહેલા મે ૨૦૧૭માં લેન્ડિંગ દરમિયાન ઍક પ્લેન ક્રેશ થઇ ગયું હતું જેમાં બંને પાઇલટના મોત થઇ ગયાં હતાં. નેપાળમાં સૌથી મોટી વિમાની દુર્ઘટના માર્ચ ૨૦૧૮માં થઇ હતી. જેમાં બાંગ્લાદેશી ઍરલાઇનનું વિમાન કાઠમંડુ ઍરપોર્ટ પર ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર ૬૭ મુસાફરો પૈકી ૫૧ના મોત થયાં હતાં.