નર્મદાની માઇનોર કેનાલના પાણી ભરૂચ જિલ્લાના ખેતરોમાં ફરી વળ્યા

નર્મદા યોજનાની ભરૂચમાંથી પસાર થતી માઈનોર કેનાલમાં છોડાયેલા પાણી મનુબર પાસેના આસપાસના ખેતરોમાં ફળી વળતા ખેતીને મોટાપાયે નુકશાન થતું હોવાની બૂમ ઉઠી છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા યોજનાની જે કેનાલો છે, તેમાં સાફ-સફાઈ ન થવાને કારણે ઝાડી-ઝાંખરા અને વેલાઓ ઉગી નીકળતા કેનલોમાં છોડાયેલા પાણી અવરોધાય છે. માઈનોર કેનાલમાં વહેતા પાણી ઝાડી-ઝાંખરાઓના કારણે આસપાસના ખેતરોમાં ફળી વળે છે અને તેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થતું રહે છે. આ ફરિયાદ પ્રતિવર્ષ ઉઠતી રહે છે, છતાં પણ સરકાર કે સરકારના નર્મદા યોજના સાથે જોડાયેલા અધિકારીઓ ધરાર આ વાતની અવગણના કરતા રહે છે, પરિણામે કેનાલોની અવદશા થઈ છે.
આજ સ્થિતિ ફરી એક વખત ભરૂચ અને વાગરા તાલુકાઓમાં ઊભી થઈ છે. નર્મદા યોજનાની કેનાલોમાં પાણી છોડાતા માઈનોર કેનાલોની સફાઈ અને રખ-રખાવ ન થવાના કારણે અનેક સ્થાનો પર કેનાલોમાં ભંગાણ સર્જાય છે. અને છોડાયેલા પાણી આસપાસના ખેતરોમાં ફળી વળ્યા છે. પરિણામે ખેતીને પારાવાર નુકશાન થઈ રહ્યું છે. ખેતીને નુકશાન થતાં ખેડૂતોમાં પણ રોષ ઊભો થયો છે. અને ખેડૂતો નુકશાન વળતરની માંગણી સાથે મેદાનમાં આવે તેવા સંજોગો ઊભા થયા છે.

Related Posts