ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૫૦ કેચ ઝડપનારો ધોની પ્રથમ વિકેટકીપર

  • 61
    Shares

ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ આજે અહીં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-૨૦માં વધુ ઍક સિદ્ધી પોતાના નામે કરી હતી. પોતાની ૯૩મી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ધોનીઍ દીપક ચાહરના બોલે જેસન રોયને કેચ ઝડપ્યો તેની સાથે જ તેણે કેચની હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી અને તેની સાથે જ તે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૫૦ કેચ ઝડપનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો. ધોની પછી બીજા ક્નમે વેસ્ટઇન્ડિઝનો દિનેશ રામદીન છે જેણે ૩૪ કેચ પકડ્યા છે. તો દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટોન ડિ કોકના નામે ૩૦ કેચ છે. ધોનીઍ તે પછી ઇયોન મોર્ગનનો કેચ ઝડપીને પોતાના કેચની સંખ્યાને ૫૧ પર પહોંચાડી હતી. જાકે ત્યાંંથી ધોની અટક્યો નહોતો. આ મેચમાં તેણે કુલ પાંચ કેચ ઝડપ્યા હતા અને તેના કારણે હવે તેના કેચની સંખ્યા ૫૪ પર પહોંચી ગઇ છે. આ મેચમાં પાંચ કેચ ઝડપીને તે ઍક જ મેચમાં પાંચ કેચ ઝડપનારો પણ પ્રથમ વિકેટકીપર બન્યો હતો.

  • Related Posts