મોર્નિગ સ્કૂલોમાં વિદ્યાર્થીઅોને લઇ જનાર વેન માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

  • 69
    Shares

વિદ્યાર્થીઅો ઠાંસીને લઇ જવાની ઘટના પ્રકાશમાં આવ્યા પછી સુરત આરટીઅોએ ખાનગી વાહનના રજીસ્ટ્રેશન સાથે ગેરકાયદે સ્કૂલવેન તરીકે ચાલતા વાહનો પકડવાની ઝુંબેશ શરુ કરી છે. આ ઝુંબેશ આગામી ૧૦ દિવસ સુધી ચાલશે. પ્રથમ દિવસે આરટીઅોની ટીમે જુદી-જુદી જગ્યાએ ૧૦ વેન પકડી જમા લઇ લીધી હતી. આ વેન પ્રાઇવેટ પાર્સિંગની હતી. તેને કારણે આરટીઅોએ મેમો ફટકારી દંડ ભરવા આદેશ આપ્યો હતો. તથા ૧૦ વેનનું રજીસ્ટ્રેશન ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કર્યું હતું.

આરટીઅોએ આ ૧૦ વેનના માલિકોને જો તેઅો સ્કૂલવેન તરીકે આ વાહન ચલાવવા માંગતા હોય તો ટેકસીકેબ કે મેકસીકેબમાં તબદીલ કરવા આદેશ આપ્યો હતો. દંડ ભર્યા પછી આ વાહન છોડવામાં આવશે. તે પછી ફરી આ વાહન પકડાશો તો તેનું કાયમી ધોરણે રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે. આરટીઅોની આ કામગીરીને કારણે શહેરમાં મોર્નિગ સ્કૂલોમાં વિદ્યાર્થીઅોને લઇ જનાર વેન માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

  • Related Posts