નિરવ-મેહુલે સ્થાનિક લેણદારોને નાણા ચુકવવા રક્ષણ આપવાની માંગણી કરી

  • 38
    Shares

પંજાબ નેશનલ બેંક, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેંકને સંયુકત રીતે ૨૧ હજાર કરોડનો ચુનો ચોપાડનાર નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પાસેથી પીએનબી નાણાની વસુલાત કરે તે પહેલા આ ભાજાબાજ બેલડીએ અમેરિકાની ડેલેવર કોર્ટમાં ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી સ્થાનિક લેણદારોને નાણા ચુકવવા રક્ષણ આપવાની માંગણી કરી હતી. જે કોર્ટે સ્વીકારી હતી.

ચોકસી અને મોદીને જવેલરી ચેઇનની કંપની સેમ્યુલ જવેલર્સના ૨૦૦ લેણદારોને ૩૦૦ મીલીયન યુએસ ડોલર ચુકવવાના થાય છે. આ કંપનીની એસેટ મળી કુલ દેવુ ૫૫૦ મીલીયન ડોલર સુધીનું છે. પીએનબી દ્વારા અમેરિકાની કોર્ટમાં સેમ્યુલ જવેલર્સની પ્રોપર્ટી અને નાણા ટાંચમાં લઇ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ આ બેલડીએ કોર્ટમાં નાદારી નોંધાવી દીધી હતી. આ અગાઉ બંનેની અન્ય કંપની જૈફ જવેલરીએ પણ નાદારી નોંધાવી હતી.

જેમાં કોર્ટે તમામ લેણદારોને કંપનીની હરાજી કરી નાણા ચુકવવા આદેશ આપ્યો હતો. બેંક લોન કૌભાંડ આચર્યા પછી કેરેબીયન ટાપુમાં નાગરિકતા મેળવનાર ચોકસી-મોદીની સેમ્યુલ જવેલસ કંપનીએ તેના ભાગીદારો અને વેપારીઅોને ૩૦૦ મીલીયન ડોલર ચુકવવાના થાય છે. નાદારી પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ ૧૯૯૨ અને ૧૯૯૮માં આજ કંપની જુદા-જુદા નામે ચાલતી હતી ત્યારે નાદારી નોંધાવી હતી અને કોર્ટના આદેશ પછી સ્થાનિક લેણદારોને પુરેપુરા નાણા ચુકવી દીધા હતા. આ દલીલોને પગલે કોર્ટે તેમનો નાદારી દાવો સ્વીકારી લીધો હતો.

 

  • Related Posts