સકળ મરાઠા સમાજે ગુરૂવારે મરાઠા અનામતની માંગ સાથે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી

  • 7
    Shares

મરાઠા અનામત આંદોલન સાથે સંકળાયેલા એક નેતાએ કહ્યું હતુ કે મહારાષ્ટ્ર બંધ દરમિયાન મરાઠા સમાજ સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરશે. મરાઠા સમાજે આપેલા આ બંધમાં માત્ર નવી મુંબઇનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નવી મુંબઇ સિવાય સંપુર્ણ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ દ્વારા મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી છે પરંતુ બંધ દરમિયાન જરૂરી સેવાઅો, શાળા અને કોલેજાને બંધ નહી કરાવવાં મરાઠા અનામત આંદોલનના નેતાઅોએ અપીલ કરી હતી. કેટલીક વાતોને ધ્યાનમાં રાખી બંધ નવી મુંબઇને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ લાંબા સમયથી અનામત માટે આંદોલન પર ઉતર્યો છે.

  • Related Posts