અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકરના વિવાદ પ્રત્યે મંગળવારે મહારાષ્ટ્ર મહિલા આયોગે નાના પાટેકર, ગણેશ આચાર્ય સહિત અન્યોને નોટિસ પાઠવી છે. મહિલા આયોગે નાના પાટેકરને નોટિસ મોકલી ૧૦ દિવસોમાં તનુશ્રીના આરોપો પ્રત્યે જવાબ આપવાં જણાવ્યું છે. તે સાથે જ મહિલા આયોગે તનુશ્રીને પણ પુછપરછ દરમ્યાન હાજર રહેવા જણાવ્યું છે.
તો ફિલ્મ નિર્દેશક અને નિર્માતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઅો હવે ઘણી જાગૃત થઇ ગઇ છે. જાગૃતિ હવે ફિલ્મ ઉદ્યોગ સુધી જ સીમિત રહી નથી. મનોરંજન ઉદ્યોગે મહિલાઅોને ટેકો આપવો જાઇઍ. પરંતુ જયાં સુધી આરોપી પર મુકવામાં આવેલ આરોપ સાબિત ન થઇ જાય ત્યાં સુધી તેને દોષી ઠેરવી શકાય નહીં. તનુશ્રીઍ સપ્ટેમ્બરના અંતમાં નાના વિરુધ્ધ જાતિય છેડછાડનો આરોપ મુકયો હતો અને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં ‘હોર્ન અોકે પ્લીર્ઝના સેટ પર નાનાઍ મને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. ઍક આઇટમ ગીતમાં બોલ્ડ ગીત આપવા માટે જરબજસ્તી કરી હતી.