વન ડે રેન્કિંગમાં કોહલી અને બુમરાહની સર્વોપરિતા યથાવત
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને ઇજાને કારણે હાલ ક્રિકેટ ક્ષેત્રથી દૂર જસપ્રીત બુમરાહ આઇસીસી વન ડે રેન્કિંગમાં બેટિંગ અને બોલિંગમાં સર્વોચ્ચ સ્થાને જળવાઇ રહ્યા છે, આ ઉપરાંત વિરાટ કોહલીનો ડેપ્યુટી રોહિત શર્મા પણ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને જળવાઇ રહ્યો છે. કોહલી 895 રેટિંગ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે, તો રોહિત શર્મા 834 રેટિંગ્સ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. બુમરાહ બોલિંગ રેન્કિંગમાં 797 રેટિંગ પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ન્યુઝીલેન્ડનો બોલર ટ્રેન્ટ બોલ્ટ 740 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાન બે ક્રમ ઉપર ચઢીને ત્રીજા ક્રમે પહોંચ્યો છે જ્યારે કગિસો રબાડા તેમજ પેટ કમિન્સ એક ક્રમ નીચે ઉતરીને અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને પહોંચી ગયા છે.