સોશિયલ મીડિયામાં આજકાલ કીકી ચેલેન્જનો ટ્રેન્ડ વાઇરલ રહ્ના છે

  • 34
    Shares

સોશિયલ મીડિયા પર જો સારી સારી વાતો અપલોડ થાય. તો સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવે. પણ એવું દર વખતે થતું નથી. ‘આ મીડિયા પર જાતજાતના વીડિયો, ચેલેન્જીસ ટ્રેન્ડ વાઇરલ થઇ રહ્ના છે અને ખબર નહીં કેમ પણ યુવાઅોમાં તેનું એટલું ઘેલુ છે કે તેઅો આ ચેલેન્જીસ સ્વીકારી લે છે અને પોતાનો જીવ તો જાખમમાં નાંખે જ છે સાથે સાથે પોતાના સગાસંબંધીઅોને પણ દુઃખી, હેરાન કરી દે છે. થોડા વખત પહેલા બ્લ્યૂ ગેમ બદનામ થઇ હતી. જેમાં આ રમત રમતા રમતા છેલ્લે આપઘાત કરવાનો ચેલેન્જ અપાતો હતો. જેનો ઘણાએ સ્વીકાર કર્યો હતો અને ઘણાઅોએ પોતાનો જીવ ગુમાવ્યા ના દાખલા આપણે ત્યાં વિદેશમાં ય નોંધાયા છે.

હવે આવી છે કીકી ચેલેન્જ, સોશિયલ મીડિયામાં આજકાલ કીકી ચેલેન્જનો ટ્રેન્ડ વાઇરલ રહ્ના છે. જેમાં લોકો ચાલુ કારમાંથી બહાર આવીને ‘ડ્રેક ઇન માય ફિલિંગ્સ’ સોંગ પર ડાન્સ કરે છે આ ચેલેન્જ ઇન્સ્ટ્રાગ્રામ કોમેડિયન શિગ્ગી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેણે ડ્રેકના સોંગ પર રોડ વચ્ચે ડાન્સ કરી. તેના બે મિત્રોને ચેલેન્જ આપી હતી. ત્યાર બાદ તો આ રીતે ડાન્સ કરવાનો ટ્રેન્ડ વાઇરલ થઇ ગયો છે. ચાલુ કારે ડાન્સ માટે કૂદવા જતા ઘણાઅોએ આમાં જીવ ખોયા છે. માટે હાલમાં તો કીકી ચેલેન્જનો વિરોધ થવા માંડયો છે.

 

  • Related Posts