કંગના રણૌત પર નવી કઇ મુસિબત આવી

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જે જયલલિતા ના જીવન પર આધારિત વેબ સીરીઝ ક્વીન અને ફિલ્મ થલાઇવીના નિર્માતાઓને બુધવારે એક નોટિસ મોકલી છે. જયલલિતાની ભત્રીજી જે દીપાએ આ ફિલ્મ અને વેબ સીરીઝની રિલિઝ કરવાની અનુમતિ આપતી એક પીઠના નિર્ણયને પડકાર ફેંક્યો છે. અને આ વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. જે પર અદાલતે આ નોટિસ જાહેર કરી છે.
ન્યાયમૂર્તિ એમએસ સુંદ્રેશ અને ન્યાયમૂર્તિ કૃષ્ણન રામાસામીએ થલાઇવી ફિલ્મના નિર્માતાઓ અલ વિજય અને વિષ્ણુ વર્ધન ઇંદૂરી તથા વેબ સીરીઝ ક્વીનના નિર્માતા ગૌતમ વાસુદેવ મેનનને બે સપ્તાહની અંદર જવાબ આપવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ સેંથિલ કુમાર રામમૂર્તિની એકલ પીઠે 11 ડિસેમ્બરે વેબ સીરિઝ અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવાની ના પાડી હતી. જે પછી વેબ સીરીઝ રીલીઝ થઇ ગઇ હતી. અને દીપાએ વેબ સીરીઝ દેખ્યા પછી ઉચ્ચ ન્યાયાલયમાં આ અરજી દાખલ કરી છે.
દીપાએ તેની અપીલમાં કહ્યું છે કે તેમને વેબ સીરીજ દેખવાની તક મળી અને તે એ વાત જાણીને હેરાન છે કે મેનને આ ફિલ્મમાં અનેક તેવા દ્રશ્યો મૂક્યા છે જે દિગંવત જયલલિતાની છબીને ખરાબ કરવાનું કામ કર્યું છે

Related Posts