જજની વિરુદ્ધમાં હાઇકોર્ટને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ નિર્ણય કરવામાં આવ્યો

  • 29
    Shares

સુરત કોર્ટમાં ફરજ બજાવતા એક જજના વાણી-વર્તનને લઇને સુરત જિલ્લા વકીલ મંડળની કાઉન્સિલ સભ્યો દ્વારા જજની વિરુદ્ધમાં હાઇકોર્ટને રજૂઆત કરવાનો અને સદર જજને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવાની વિનંતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ કિરીટ પાનવાલા, ઉપપ્રમુખ ભરતસિંહ ચાવડા સહિત અન્ય હોદ્દેદારો અને કાઉન્સિલ સભ્યોની આજે એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વકીલોના પ્રશ્નો તેમજ સમસ્યા ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે નવી જગ્યા ફાળવવામાં આવી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા સુરત કોર્ટને જે ૫૦ હજાર ચોરસવાર જગ્યા ફાળવવામાં આવી છે તેમાં જે વ્યક્તિઅોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલ મંડળ દ્વારા વધુ ૫૦ હજાર ચોરસવાર જગ્યા મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. અને જે જગ્યા માટે પ્રપોઝલ આવ્યું છે તેને લઇને આગામી અઠવાડિયામાં એક સામાન્ય સભાનું પણ આયોજન કરાયું છે.

કેટલાક વકીલો દ્વારા સુરત કોર્ટમાં ફરજ બજાવતા એક જજ દ્વારા પોતાની જોહુકમી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ જજ દ્વારા ન્યાય કરવાને બદલે ઝડપથી ફેંસલો કરવાનું કામ કરતા હોય તેની સામે સુરત જિલ્લા વકીલ મંડળને ફરિયાદ કરાઇ હતી. વકીલ મંડળના કાઉન્સિલ દ્વારા એનો નિર્ણય લેવાયો હતો કે, ૭ દિવસમાં વકીલોની તમામ ફરિયાદો સદર જજના હુકમોની ટીપ્પણી સહિત હાઇકોર્ટ મોકલવી આ ઉપરાંત તેઅો પોતે જ જજ માટે જરૂરી મજબૂત માનસિક સ્થિતિ ધરાવતા નથી ત્યારે તેઅોને જજ તરીકેની ફરજમાંથી મુક્તિ કરવા માટે પણ હાઇકોર્ટમાં વિનંતી કરવામાં આવશે.

 

  • Related Posts