જાપાનમાં કામાકુરામાં રેતી ઉપર એક મૃત બ્લ્યૂ વ્હેલનું બચ્ચું તણાઇ આવ્યું

  • 42
    Shares

જાપાનના દક્ષિણીય સમુદ્ર તટ પર કામાકુરામાં રેતી ઉપર એક મૃત બ્લ્યૂ વ્હેલનું બચ્ચું તણાઇ આવ્યું હતું ત્યારે તેણે સમુદ્ર કિનારે ફરવા જનારા સહેલાણીઅોને આઘાત પહોંચાડ્યો હતો. જેનું અસ્તિત્વ ખતરામાં આવી પડયું છે તે આ ૧૦ મીટર લાંબી સસ્તન બ્લ્યૂ વ્હેલનું બચ્ચું સમુદ્રમાં મૃત્યુ પામ્યું હતું. સમુદ્રના છીછરા ભાગમાં બ્લ્યૂ વ્હેલનું બચ્ચું મૃત મળી આવ્યું તે પહેલાં તે બીમારીથી મૃત્યુ પામ્યું હતું કે ઇજાના કારણે મૃત્યુ પામ્યું હતું? તે સ્પષ્ટ થયું નથી.

 

વિશ્વનું સૌથી વધુ મોટું સસ્તન જળચર પ્રાણી ‘‘બ્લ્યૂ વ્હેલ’’ ૩૦ મીટર સુધી લાંબી થઇ શકે છે અને ૧૭૦ ટન વજનની થઇ શકે છે. આ પહેલાં ક્યારેય બ્લ્યૂ વ્હેલ જાપાનનાં સમુદ્ર કાંઠાઅો પર જોવા મળી નથી.

નાની વયની બ્લ્યૂ વ્હેલ અજાણ્યા કારણોસર સમુદ્રમાં મૃત્યુ પામી હતી અને યુઇંગાહામા સમુદ્ર તટ ઉપર તણાઇ આવી હતી. વિશેષજ્ઞો જણાવે છે કે તે આ વર્ષે જમ્મી હતી અને તેને બારીકાઇથી તપાસવા સમુદ્ર તટ પર તંબુ ઊભો કર્યો હતો.

  • Related Posts