E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

ક્રિકેટરના ઘરમાં જ જંગ, રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા

પરિવારમાં જ નણંદ અને ભાભી વચ્ચે રાજકિય જંગ જામશે. અગાઉ રીવાબા ભાજપમાં જોડાયા હતા અને જામનગર બેઠક માટે દાવેદારી કરી હતી.જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પરિવારમાં જ રાજકિય પક્ષ સાથે જોડાણ અંગે પારિવારીક આંતરિક મતભેદો ઉભા થવા પામ્યા છે. અગાઉ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાઈ ગયા હતા. ઍટલું જ નહીં તેમણે જામનગર બેઠક માટે દાવેદારી પણ કરી નાંખી હતી.જો કે આજે હવે રવિન્દ્ર જાડેજાના પિતા અને તેમની બહેન કોંગ્રેસમાં જાડાઈ ગયા હતા. આમ હવે જામનગરની રાજનીતિમાં નણંદ અને ભાભી વચ્ચે રાજકિય જંગ જામે તેવી પણ શકયતા રહેલી છે.  આજે રવિવારે કોંગ્રેસમાં જાડાયાલા હાર્દિક પટેલ જામનગર બેઠક માટે કાલાવાડ ખાતે સભાને સંબોધન કરવા આવ્યા તે વખતે જ અનિરૂધ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબા કોંગ્રેસમાં જાડાઈ ગયા હતા. તેઑને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સત્તાવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રીવાબાને તો તૈયાર ભાણુ મળ્યું છે. અમારે તો મહેનત કરવાની.રવિન્દ્ર જાડેજાના માતાના અવસાન પછી તેને ક્રિકેટ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પિતા અનિરૂધ્ધસિંહ અને તેની બહેન નયનાબાઍ ઘણી જ મહેતન કરી છે તેમજ ઍટલું પ્રોત્સાહન પણ આપ્યું હતું. ઍટલે કે રવિન્દ્ર જાડેજાનું આરંભિક જીવન થોડોક અંશે સંઘર્ષમય રહ્યું  છે. જયારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા દિલ્હીમાં ઉછર્યા છે. અગાઉ નયનાબાઍ કહયું હતું કે, રીવાબાને તો તૈયાર ભાણુ મળ્યું છે. અમારે તો મહેનત કરવાની છે.

Post Views: 18

Latest

અરબી સમુદ્રમાં એક સદીના સૌથી વધુ સાયક્લોનિક ડિસ્ટર્બન્સ આ વર્ષે દેખાયા
પર્લ હાર્બર પર અમેરિકી નૌસનિકનો ગોળીબાર: હુમલાખોર સહિત 3નાં મોત
રિઝર્વ બેન્કે જીડીપી વિકાસદરનો અંદાજ ઘટાડીને પ ટકા કર્યો: રેપો રેટ ઘટાડા પર બ્રેક
સાઉથ એશિયન ગેમ્સ : ભારતે ગુરૂવારે એક જ દિવસમાં 50 મેડલ જીત્યા
ભારત-વેસ્ટઇન્ડિઝ સિરીઝમાં નો બોલની જવાબદારી થર્ડ અમ્પાયર પર
માલ્યા બાદ મુંબઇ કોર્ટ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો
નાગરિકતા સંસોધન ખરડો 9 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાશે
કાંદા નોન-વેજ? મોદીનાં મંત્રીઓ શાકાહારી છે એટલે કાંદાના ભાવ નથી ખબર!
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને વિધાનસભાની બહાર ઉભા રહેવું પડયું
નાસાનું પાર્કર સોલાર પ્રોબ યાન સૂર્ય અંગેના અનેક રહસ્યો છતાં કરે છે