અોકટોબરના અંત પહેલા સુરત એરપોર્ટ પર ૨૪ કલાક અોપરેશન શરુ કરી દેવાશે

સુરત એરપોર્ટ ડાયરેકટર સંજય પાણીગ્રહીના ઇનિસિયેટીવને કારણે અોકટોબરના અંત પહેલા સુરત એરપોર્ટ પર ૨૪ કલાક એર અોપરેશનની સેવાઅો કાર્યરત કરી દેવાશે. રનવેને લાગુ લાઈટિંગ સીસ્ટમ ચોમાસામાં ખરાબ થઇ છે. તે સુધારવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. શકયતા એવી છે કે ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં ઇન્ટરનેશનલ ફલાઇટ માટે બાકી રહેલા તમામ નાનામોટા કામો પુર્ણ કરવા ડેટલાઇન નક્કી કરવામાં આવી છે.

આ કામો અોકટોબરના અંત પહેલા પુર્ણ કરાશે

– ટવેન્ટી ફોર સેવન એરઅોપરેશનલ વર્ક
– પાર્કિંગ બેયસ એલોર્ટમેન્ટ
– મીડનાઇટ/રેડઆઇ ઇન્ટરનેશનલ ડિપાર્ચર
– અર્લી મોનીંગ ડોમેસ્ટીક ડિપાર્ચર સવારે ૫થી ૬ દરમ્યાન ફેવરીટ ડેસ્ટીનેશન માટે
– પેસેન્જર હેંડલીંગ કેપેસીટી વધારવા કયુટસ સીસ્ટમ ઝડપી બનાવાશે

 

  • Related Posts