ચીનમાં કોરોનાવાયરસથી મૃત્યુઆંક 1000ને પાર, 4008થી વધારે નવા કેસ નોંધાયા

કોરોનાવાઈરસ ચીનમાં કહેર વર્તાવી રહ્યો છે. મૃત્યુઆંક 1016 પર પહોંચી ગયો છે. આ સાથે, 4000 થી વધુ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી આ વાયરસથી ચેપી દર્દીઓની સંખ્યા 42,600 પર પહોંચી ગઈ છે. આ પહેલા ચીનમાં કોરોના વાયરસ દ્વારા રવિવારે એક જ દિવસમાં 97 લોકોના મોત થઈ ગયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક છે. રવિવારે 4008 નવા કેસ નોંધાયા હતા, જેમાં 296 દર્દીઓની હાલત ગંભીર છે. રવિવારે જ, 3281 લોકોને ચેપની અસર પૂરી થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. વાયરસ 27 દેશોમાં ફેલાયો છે.

સોમવારે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માસ્ક પહેરીને કોરોના વાયરસ રિસર્ચ સેન્ટર પહોંચ્યા હતા અને રોગને નિયંત્રણમાં લેવાનાં પગલાં અંગે ચાલી રહેલા કામનો રિપોર્ટ લીધો હતો. રાષ્ટ્રપતિએ આ રોગ સામે આવ્યા બાદ પહેલીવાર વાયરસ સામે લડતા લોકોને મળ્યા છે. આ દિશામાં, તેઓ ચોઆંગ જિલ્લાના સંશોધન કેન્દ્ર પર પહોંચ્યા. સત્તાવાર માહિતી અનુસાર સોમવારથી પાટનગરમાં કામ ચાલુ થવા લાગ્યું છે.

Related Posts