અભિનેતા ઇમરાન ખાન અોળખ સંબંધી સંકટની સ્થિતિમાંથી પસાર થઇ રહ્ના છે

  • 35
    Shares

બોલિવૂડના અભિનેતા આમિર ખાનના નિકટના સગાંસંબંધી અને ‘જાને તુ યા જાને’ ફિલ્મના અભિનેતા ઇમરાન ખાન અોળખ સંબંધી સંકટની સ્થિતિમાંથી પસાર થઇ રહ્ના છે. કેમકે ભૂલથી તેમને પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માની લેવામાં આવી રહ્ના છે.

બોલિવૂડના અભિનેતા ઇમરાન ખાનને ઘણી વખત ભૂલથી એક સરખા નામો ધરાવતા વ્યકિતઅો અથવા અન્ય અભિનેતાઅો સાથે ગેરસમજ કરવામાં આવી રહ્ના છે. દા.ત. એમ માનીને સોશિયલ મીડિયા પર તેમના વિશે લખાણ લખવામાં આવ્યું હતું કે તેઅો ઇરફાન ખાન છે. અન્ય બનાવમાં પાકિસ્તાનમાં હાલમાં વડાપ્રધાનપદે નિયુક્ત થનાર ઇમરાન ખાનનો ઇન્ટરવ્યૂ લેવાના બહાને એક પત્રકાર દ્વારા અભિનેતા ઇમરાન ખાનનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.

Umm… Thanks, I guess?

A post shared by Imran Khan (@imrankhan) on

વડાપ્રધાન તરીકે પાકિસ્તાનમાં સત્તાનું સિંહાસન મેળવવા અંગે અભિનેતા ઇમરાન ખાન અભિનંદનના સંદેશાઅોનો ધોધ વહેતો થયો છે. મંગળવારે અભિનેતા ઇમરાન ખાને પોતાને મળેલ ઇ-મેઇલનો સ્ક્રીનશોટ મૂક્યો હતો, જેમાં ઇ-મેઇલ મોકલનારે તેમને ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર’ સંબોધન કયુ હતું.

 

  • Related Posts