આજે ૧૭માં દિવસે પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ગ્રીનવૂડ ઉપાવસ છાવણી ખાતે તેના આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવ્યા હતા. આજે સતત બીજા દિવસે પણ હાર્દિક અને પોલીસ અધિકારીઅો વચ્ચે ફરીથી ચકમક ઝરી હતી. જેમાં હાર્દિક આજે ઉપવાસ પરથી ઉભા થઈને કાર લઈને બહાર આવ્યો હતો અને સીનીયર પોલીસ અધિકારી પર ભારે રોષે ભરાયો હતો. ઍટલું જ નહી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે મારા પરવિરજનોને રોકતા નહીં. બીજ તરફ પ્રીન્ટ અને ઈલે. મીડિયાના પત્રકારે તેમજ કેમેરામેન સાથે ગઈકાલે થયેલા ઘર્ષણની ઘટનાના પણ ઘેરા પ્રત્યાધાત પડયા છે. જેમાં હવે સમગ્ર મામલો છે કે સીઍમ વિજય રૂપાણી પાસે પહોંચે તેવી સંભાવના છે.
પોલીસે દાદાગીરીની હદ વટાવી
આજે હાર્દિક પટેલ ઉપવાસ પર હતો તે દરમ્યાન તેને જાણ થઈ હતી તે તેના પરિવારજનોને પણ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. જેના પગલે મામલો બીચકયો હતો. આખરે હાર્દિક ઉપવાસ પરથી ઉભા થઈને તેની કારમાં બહાર પહોંચી ગયો હતો તે વખતે પોલીસ અધિકારીઅો સાથે બોલાચાલી થવા પામી હતી. હાર્દિકે કહયું હતું કે, પોલીસ અધિકારીઅોઍ હવે દાદાગીરીની તમામ હદ વટાવી લીધી છે. પોતાની જ કારમાં રીંગ રોડ પર આવેલા હાર્દિકે પોલીસ અધિકારીઅોને રોષમાં કહયું હતું કે, મારા ઍકેય પરવિરજનોને રોકવાના નહીં, મારો ભાઈ બહાર જઈને આવે કે મારા પરવિરજનો કયારેય પણ આવે તો તેમને રોકવાના નહીં.
હાર્દિક જયારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો તે વખતે પોલીસ અધિકારીઅો દ્વારા તેમના મોબાઈલ ફોન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાર્દિકના ઘર આગળ કડક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવતા તેની વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરવામાં આવી છે.
પાસ કન્વીનર હાર્દિક પટેલ હોસ્પિટલમાં રજા લઈ ગઈકાલે ઘરે પાછો ફર્યો હતો અને ફરી ઉપવાસ આંદોલન સક્રિય કરી દીધું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જરૂરી સારવાર મેળવી લીધી છે પણ પેટમાં ઍક દાણોય ઉતરવા નથી દીધો અને માગણી નહી સંતોષાય ત્યાં સુધી આ લડાઈ યથાવત રહેશે.
હાર્દિક પટેલ ગ્રીનવુડ રિસોર્ટમાં ઉપવાસ પર બેઠો છે ત્યાં તેના પરિવારના સભ્યોને પણ પોલીસ દરવાજે રોકતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાર્દિકે પોલીસને વિનંતી કરી હતી કે, તેના પરિવારના સભ્યોને અટકાવવા ન આવે. છતાં આજે પોલીસે હાર્દિક પટેલના ભાઈને ગેટ પર જ અટકાવ્યો હતો. જેને પગલે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે પોતાના ભાઈને લેવા જવું પડયું હતું.
બીજી બાજુ પોલીસ ડીસીપી રાઠોડ પર ગંભીર આરોપ લગાવતા હાર્દિક પટેલે કહયું હતું કે, ડીસીપી રાઠોડે મને મારી નાખશે , હવે જીવતા રાખવાનો અને મારવાનો ઠેકો પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીને આપી દીધો છે કે શું? ઉલ્લેખનીય છે કે રવિવારે કવરેજ કરવા પહોંચેલા પત્રકારો સાથે પણ પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.