ગ્રે કાપડનું ઉત્પાદન ઘટતા અોરીસ્સાના પાવરલુમ કામદારોનું વતન તરફ પ્રયાણ

  • 8
    Shares

ફોગવા અને પાંડેસરા વિવર્સ સોસાયટીએ ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકને પત્ર લખી મળવા માટે સમયની માંગ કરી છે. એક સમયે જયારે સુરતમાં ૪.૫ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું ત્યારે ઓરીસ્સાવાસી કારીગરો મહિને ૧૫થી ૨૦ હજારનું કામ કરતા તે હવે ૮થી ૧૦ હજારનું કામ કરવા મજબુર કર્યા છે.

મજૂરી સાથે કામ ઘટતા દોઢ લાખ કારીગરો પૈકી ૪૦ હજારો ઓરીસ્સાના ગંજામ અને અન્ય જિલ્લાઓમાં પલાયન કરી ગયા છે. જીએસટી લાગુ થયા પછી લિક્વિડિટી અને રોકડની સમસ્યા પાવરલુમ ઉદ્યોગમાં જાવા મળતા કારીગરો વતને જવા મજબુર બન્યા છે. તાજેતરમાં કેન્દ્રના જીએસટી અધિકારીઓની ટીમ સમક્ષ ઇન્ટુકના પ્રવકતા શાનખાને કારીગરો બેરોજગાર બની પલાયન કરી રા હોવાની ફરિયાદ કરી હતી. તે વખતે ગુજરાતના જીએસટી કમિશનર પી.ડી. વાઘેલા અને કેન્દ્રના એડિશનલ કમિશનર યોગેન્દ્ર ગર્ગે આ મામલે સહાનુભુતિ દર્શાવી હતી.

તાજેતરમાં ફોગવા, પાંડેસરા વિવર્સ સોસાયટીએ ઓરીસ્સાના મુખ્યમંત્રીને પત્ર લખી બેરોજગારીનો રેશીયો ઓછો કરવા મદદની માંગણી કરી છે. ખાસ અને બહેરામપુરના કારીગરો પાવરલુમમાં નિષ્ણાંત ગણાય છે. ૧૯૯૪માં સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે વતને પહોંચી ગયેલા ઓરીસ્સાના પાવરલુમ કામદારોને સુરત પરત લાવવા તે સમયના કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી સ્વ. કાશીરામ રાણા સ્પેશ્યલ ટ્રેન લઇ ઓરીસ્સાના ગંજામ પહોંચ્યા હતા. ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન સીન્થેટિક ટેક્ષટાઇલ (ફીસ્ટ)ના આંકડા મુજબ વિવિંગ ઉદ્યોગના ૪૦ હજાર ઓરીસ્સાવાસી કારીગરો જીએસટીના કારણે બેરોજગાર બન્યા છે. કારણ કે સુરતમાં મંદીના કારણે ૧ લાખ પાવરલુમ ભંગારમાં વેચાયા છે. ફીસ્ટે કેન્દ્ર સરકારને પત્ર લખી જણાવ્યું છે કે ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે ૧૮ લાખ કારીગરો સંકળાયેલા છે. તેને કારણે સરકારને વર્ષે ૮૬ કરોડ જુદા-જુદા ટેક્ષ સ્વરૂપે ટેક્ષની આવક થાય છે.

૧૮ લાખ કારીગરો ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે કઇ રીતે સંકળાયેલા છે ?
ટેક્ષટાઇલ ઉદ્યોગમાં વિવિંગ, પ્રોસેસીંગ, નીટીંગ, પ્રેસીંગ, ટેક્ષ્ચ્યુરાઇઝીંગ, ડાઇંગ પ્રિન્ટીંગ સહિતની પ્રોસેસમાં કુલ ૧૮ લાખ કારીગરો સંકળાયેલા છે. જેમાં વિવિંગ અને નીટીંગમાં ૫ લાખ, પ્રોસેસીંગ અને ડાઇંગ પ્રિન્ટીંગમાં ૨.૫ લાખ, એમ્બ્રોઇડરી, હેન્ડ પ્રિન્ટીંગ અને પ્રેસીંગમાં ૩ લાખ, વેલ્યુએડિશન ફેબ્રિકસમાં ૩ લાખ (મહિલા કારીગર), ટેક્ષટાઇલ ટ્રેડિંગમાં ૩.૫૦ લાખ, લોજીસ્ટીક ડિલિવરીમાં ૧ લાખ મળી કુલ ૧૮ લાખ કારીગરો કાર્યરત છે. વિવિંગ, એમ્બ્રોઇડરી, ડાઇંગ, પ્રિન્ટીંગમાં મોટાભાગે ઓરીસ્સાવાસી કારીગરો કામ કરે છે.

 

  • Related Posts