વર્લ્ડકપ માટેના ઍન્ડ્રુ ફિલન્ટોફના પ્રમોશનલ વીડિયોને મળી લાખો હિટ્સ

  • 14
    Shares

આવતા વર્ષ આઇસીસી વર્લ્ડકપની ઇંગ્લેન્ડ યજમાની કરશે, ત્યારે આઇસીસી દ્વારા ઍક પ્રમોશનલ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ઇંગ્લેન્ડનો માજી અોલરાઉન્ડર ઍન્ડ્રુ ફિલન્ટોફ ડાન્સર્સના ઍક ગ્રુપનું નેતૃત્વ કરતાં ‘અોન ધ ટોપ અોફ ધ વર્લ્ડ’ સોંગ ગાતો જાવા મળે છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપના અોફિશિયલ ફેસબૂક ઍકાઉન્ટ પરથી આ પ્રમોશનલ વીડિયો બુધવારે શેર કરવામાં આવ્યો હતો અને તે ઝડપથી લોકપ્રિય બની ગયો હતો. તેને શરે કરવામાં આવ્યાના ચાર જ કલાકમાં ફેસબૂક પર લગભગ ચાર લાખ લોકોથી વધુઍ તેને નિહાળ્યો હતો.

 

વીડિયોની શરૂઆતમાં ઍન્ડ્રુ ફિલન્ટોફ ઍક અખબાર વાંચતો જણાય છે, જેમાં લખ્યુ હોય છે કે ક્રિકેટ વર્લ્ડકપ આવી રહ્યાં છે. તે પછી ફિલન્ટોફ ઊભો થાય ચઍ અને મસ્તીમાં ગીત ગાતો આગળ વધે છે, ધીરે ધીરે તેની સાથે લોકો જાડાતા જાય છે. લગભગ બે ડઝન ડાન્સર્સ અને ૧૦૦ ક્રિકેટ ચાહકો તેની સાથે જાડાઇ જાય છે. આ વીડિયોમાં ફિલન્ટોફ ઉપરાંત રેડિયો૧ના ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ ઍડવર્ડ્સ, ફિલ ટફનેલ, કુમાર સંગાકારા પણ જાવા મળે છે.

  • Related Posts