E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

ચાલુ મેચ દરમ્યાન પાકિસ્તાની અમ્પાયરનું મોત, મેદાનમાં જ ઢળી પડ્યા

ક્રિકેટનું મેદાન ક્યારેક ખેલાડીઓ માટે જાનલેવા બની જાય છે. તો ક્યારેક ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. પરંતુ સોમવારે પાકિસ્તાનમાં રમાઈ રહેલી ક્રિકેટ દરમ્યાન એક એવી ઘટના ઘટી જેનાંથી મેદાન પર હાજર ખેલાડીઓ અને દર્શકો શોકમાં ગરકાવ થઈ ગયા. અહીં ચાલુ મેચ દરમ્યાન એમ્પાયરને હાર્ટ એટેક આવતાં તેઓ મેદાન પર જ ઢળી પડ્યા હતાં. હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેઓનું મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ક્રિકેટના મેદાન પર અનેક અકસ્માતો થયા છે. એશેઝ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને લાગી ગઈ હતી. તે પછી તેમને તરત જ મેદાનની બહાર જવું પડ્યું. ઈજાના કારણે તે મેચ દરમિયાન ફરીથી બેટિંગ કરી શક્યો ન હતો. આ પછી તે પછીની ટેસ્ટ મેચ પણ રમ્યો નહીં. પાકિસ્તાન ક્રિકેટ માટે સોમવારનો દિવસ ખરાબ હતો. શ્રીલંકા સામે ટી 20 સિરીઝ રમતી વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે રમાતી કોઈ પણ મેચમાં પાકિસ્તાની ટીમની આ પહેલી હાર છે. બીજી તરફ ક્લબ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેકથી અમ્પાયરનું મોત નીપજ્યું હતું. મેચ દરમિયાન જ આ પાકિસ્તાની અમ્પાયરનું મોત નીપજ્યું હતું.

ક્લબ ટૂર્નામેન્ટની મેચમાં અમ્પાયરિંગ કરતી વખતે પાકિસ્તાનના અમ્પાયર નસીમ શેખનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. મેચ દરમિયાન નસીમ અમ્પાયરિંગ કરતા હતાં. જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે તેઓ જમીન પર ઢળી પડ્યા હતાં. ત્યાં હાજર બધા લોકો તેમની તરફ દોડી ગયા હતાં. સ્ટ્રેચર બોલાવી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં નસીમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. નસીમ માત્ર 56 વર્ષનાં હતા. જણાવી દઈએ કે આ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલ હ્યુજ અને ભારતીય ક્રિકેટર રમન લામ્બા મેચ દરમિયાન મૃત્યું પામ્યા હતાં. બેટિંગ દરમિયાન હ્યુજને બાઉન્સર લાગ્યો હતો જ્યારે ફિલ્ડિંગ કરતી વખતે રમણ લામ્બાને બોલ વાગી હતી.

Post Views: 37

Latest

અરબી સમુદ્રમાં એક સદીના સૌથી વધુ સાયક્લોનિક ડિસ્ટર્બન્સ આ વર્ષે દેખાયા
પર્લ હાર્બર પર અમેરિકી નૌસનિકનો ગોળીબાર: હુમલાખોર સહિત 3નાં મોત
રિઝર્વ બેન્કે જીડીપી વિકાસદરનો અંદાજ ઘટાડીને પ ટકા કર્યો: રેપો રેટ ઘટાડા પર બ્રેક
સાઉથ એશિયન ગેમ્સ : ભારતે ગુરૂવારે એક જ દિવસમાં 50 મેડલ જીત્યા
ભારત-વેસ્ટઇન્ડિઝ સિરીઝમાં નો બોલની જવાબદારી થર્ડ અમ્પાયર પર
માલ્યા બાદ મુંબઇ કોર્ટ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો
નાગરિકતા સંસોધન ખરડો 9 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાશે
કાંદા નોન-વેજ? મોદીનાં મંત્રીઓ શાકાહારી છે એટલે કાંદાના ભાવ નથી ખબર!
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને વિધાનસભાની બહાર ઉભા રહેવું પડયું
નાસાનું પાર્કર સોલાર પ્રોબ યાન સૂર્ય અંગેના અનેક રહસ્યો છતાં કરે છે