ભારે વરસાદ ને પગલે વડોદરા ઍરપોર્ટ બંધ, કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ
છેલ્લા કેટલાક દિવસ થી સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં મેઘ મહેર થઈ છે. ત્યારે વડોદરા શહેરમાં ફક્ત ૧૨ કલાકમાં ૪૪૨ મિમી વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બુધવારે અહીં ભારે વરસાદને પગલે શહેરનાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને પગલે ઍરપોર્ટે બંધ કરી દેવાયો હતો. જ્યારે પાણી ભરાવા ને કારણે શહેરની કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા દરમ્યાન અહીં ૪૪૨ મિમી વરસાદ વરસ્યો હતો. ઍટલુંજ નહીં ઍક સાથે મુશળધાર વરસાદને પગલે શહેરમાં રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો હોસ્પિટલ, નોકરીનાં સ્થળે તેમજ બાળકો સ્કૂલમાં ફસાયા હતાં. ગુરુવારે સવારે પણ આવી જ પરિસ્થિતિ રહેવા પામી છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કામે લાગી હતી.