સ્વિટ્ઝર્લેન્ડના દ્યણા ગ્લેશિયર પીગળવાનો ખતરો વધી ગયો છે

  • 50
    Shares

ગ્લોબલ વોર્મિંગને કારણે સ્વિટ્ઝર્લેન્ડના દ્યણા ગ્લેશિયર (રોન, સાસ ફી ઈત્યાદિ ગ્લેશિયર) પીગળવાનો ખતરો વધી ગયો છે. આવામાં તેને સફેદ ધાબળાથી ઢાંકી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ગરમીને કારણે સતત બરફ પીગળી રહ્ના છે. આનાથી બચવા માટે આ રીત અપનાવાઈ છે.

જો બરફ ઘટી જાય તો પર્યટકોમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રત્યેનું આકર્ષણ પણ ઘટી જાય. આ સ્થિતિમાં આસપાસ રહેતા લોકોને ગ્લેશિયર ઢાંકી દેવા માટે અપીલ કરાઈ છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ સફેદ ધાબળાને લીધે તડકો અંદર આવતો નથી. સાથે જ બરફ અને ધાબળા વચ્ચેની હવા ઉષ્માથી બચાવે છે જેનાથી બરફ અોગળતો નથી.

ગ્લેશિયોલોજિસ્ટ ડેવિડ વોલ્કને જણાવ્યું કે આ રીતે બરફને પીગળતા ૫૦ ટકાથી ૭૦ ટકા સુધી બચાવી શકાય છે. તેમના જણાવ્યા અનુસાર સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલા આ ગ્લેશિયર દોઢસો વર્ષથી પીગળી રહ્ના છે. હાલ તેની ઊંચાઈ ૧૨૦૦ ફીટ સુધી છે. દસ વર્ષમાં તેની પહોળાઇ સરેરાશ ૩૩ ફીટ સુધી ઘટી જાય છે.
સ્થાનિક લોકો દર વર્ષે આ રીતે બરફને બચાવવા ધાબળા અોઢાડે છે.

  • Related Posts